________________
છ પદનો પત્ર
કેટલાં પ્રકારે અને કેટલી વાર નમસ્કાર કર્યા છે ! વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. સંપૂર્ણ જ્ઞાનાવરણીય ટળી, કેવળજ્ઞાન પ્રગટ થાય એવી વ્યવસ્થા આ કાળમાં, આ ક્ષેત્રમાં આપણા માટે નથી. પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. જે ભવ્ય આત્માઓ જ્ઞાનીપુરુષોનાં આગમોને વાંચે છે તેને અંદરમાં એક દૃઢ શ્રદ્ધા થાય છે કે મારા આત્મામાં કેવળજ્ઞાન લેવાની શક્તિ છે. તેને મારે ધીરે ધીરે ક્રમિક વિકાસ દ્વારા વ્યક્ત કરતા જવાની છે.
૬૦૮
એટલે કે શક્તિપણે તો કેવળજ્ઞાન છે. જેમ દિવાસળીમાં શક્તિપણે તો અગ્નિ રહ્યો છે પણ તેનો જો પ્રયોગ કરવામાં આવે તો પ્રગટી શકે છે. ના હોય તો ના પ્રગટે. કેવળજ્ઞાનની શક્તિ ના હોય તો કેવળજ્ઞાન ના પ્રગટે. શક્તિ તો ભવ્યમાં પણ છે અને અભવ્યમાં પણ છે. શક્તિ બન્નેમાં છે, પણ એકમાં વ્યક્ત કરવાની યોગ્યતા છે અને એકમાં વ્યક્ત થવાની યોગ્યતા નથી. જેમ કોઈડુ મગમાં ચડવાની શક્તિ છે, પણ યોગ્યતા નથી. તેમ જ્ઞાનીઓના વચનના આધારે, આગમના વચનોના આધારે જીવને એક બળ મળે છે કે મારામાં શક્તિ તો છે, જો હું પુરુષાર્થ અને પ્રયોગ કરું તો મને કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે છે.
શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. જેને આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, તેને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું કહેવાય. કેમ કે, અનુભવાત્મક શ્રદ્ધા થઈ અને આ જ શ્રદ્ધા આગળ વધી અનંત સુખ રૂપે પ્રગટ થવાની છે. આ અંશ પ્રગટ થયો છે સુખ ગુણનો. હવે અનંતસુખ તેને આગળ પ્રગટ થવાનું છે. હજી સૂર્ય ઊગ્યો છે, મધ્યાહ્ને આવ્યો નથી, પણ નીચે છે, છતાંય તેના કિરણો ઉપર આવીને પ્રકાશ તો આપે છે. આપણને પણ લાગે છે કે હવે આ સૂર્ય પૂરેપૂરો ઊગશે. એમ સમ્યગ્દર્શન થયું, શ્રદ્ધા સાચી થઈ તો કેવળજ્ઞાનની શ્રદ્ધા દૃઢ થઈ અને કેવળજ્ઞાનની શ્રદ્ધા દઢ થઈ તો શ્રદ્ધા અપેક્ષાએ તેને કેવળજ્ઞાન પ્રગટ થયું કહેવાય.
વિચારદિશાએ કેવળજ્ઞાન થયું છે. સમ્યગ્દર્શન થયું એટલે કેવળજ્ઞાનના સૂક્ષ્મ વિચારો આવે છે. કરણાનુયોગ દ્વારા જે જે કેવળજ્ઞાનનું વર્ણન છે કે શ્રેણીમાં કેવો પુરુષાર્થ હોય, કેવી કેવી નિર્જરા હોય, કેવો કેવો આશ્રય હોય, કેવું ધર્મધ્યાન હોય, કેવું શુક્લધ્યાન હોય; આ બધાનાં યથાર્થ વિચાર, એ દશામાં તેને આવે છે.
ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. હવે તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સિવાયની બીજી કોઈ ઇચ્છા રહી નથી. સમ્યક્દષ્ટિને કેવળજ્ઞાન સિવાયની કોઈ ભાવના રહી નથી. એટલે કેવળજ્ઞાનનું