________________
૪૨૮
છ પદનો પત્ર છે. શ્રી સમયસારમાં ૪૧૨ ગાથાઓ છે અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ૧૪૨ ગાથાઓ છે. શ્રી સમયસારમાં કર્તા-કર્મ અધિકારની ૭૮ ગાથાઓ છે અને પરમકૃપાળુદેવે પ ગાથામાં આખા કર્તા-કર્મ અધિકારનો સમાવેશ કરી નાખ્યો છે. આ સંક્ષિપ્ત બોધ છે. તેનો વિસ્તાર કરો તો પછી આગમોના આગમો ભરાય. મારે સમયસારનો અભ્યાસ રહી ગયો એમ અફસોસ ન કરવો. કારણ કે આ સમયસાર જ છે! સમયસાર અને આમાં કોઈ તફાવત નથી. ૪૨ ગાથાઓમાં તો ભૂમિકા બાંધી છે. પછી આત્માની શંકાનું સમાધાન વગેરે શરૂ થાય છે. ભૂમિકામાં જ ગુરુનું માહાસ્ય સમજાવ્યું છે તથા મતાર્થી તેમજ આત્માર્થીના લક્ષણો બતાવ્યા છે.
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૩૩ આ બધા લક્ષણો એટલા માટે બતાવ્યા કે આપણામાં ખૂણે - ખાંચરે પણ મતાર્થીપણું ઘુસી ગયું હોય તો તેને કાઢવાનું છે અને આત્માર્થીપણામાં કાંઈ કચાશ હોય તો તેને લાવવાનું છે. ત્યારપછી આ છ પદનો બોધ આપ્યો છે. પહેલા ભૂમિકા થવી જરૂરી છે.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિવણ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૪૧ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સમકિતને એક શબ્દમાં કહીએ તો તે “સ્વ નું શ્રદ્ધા છે. આમ, માત્ર એક “સ્વ” ની ઓળખાણ થવી, “સ્વ” ની શ્રદ્ધા થવી, પોતાના સ્વરૂપની શ્રદ્ધા થવી તે સમ્યગદર્શન છે. આ શ્રદ્ધા કરાવવા માટે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. કરણાનુયોગની અપેક્ષાએ સમ્યગદર્શન એટલે મિથ્યાત્વ, સમ્યફ મિથ્યાત્વ, સમ્યફ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ - આ સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય. ત્યારે અંદરમાં જે શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા પ્રગટ થાય તે સમ્યગુદર્શન કહેવાય છે. આ સમ્યગદર્શનને નિશ્ચય સમ્યગદર્શન કહેવાય છે. આગળ જે કહ્યા તે બધા વ્યવહાર સમ્યગુદર્શનના ભાંગાઓ છે. જે નિશ્ચય સમ્યદર્શનનું કારણ થાય છે. નિશ્ચય સમ્યગ્દર્શનમાં વ્યવહાર સમ્યગદર્શન સમાઈ જાય છે. વ્યવહાર સમ્યગદર્શન હોય છતાં નિશ્ચય સમ્યગદર્શન હોય પણ ખરું અને ના પણ હોય. મૂળ સમ્યગદર્શન તો આ છે કે સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થવો.