________________
૩૨૨
ક્ષમાપના
દો, સબકો પીછે ધકેલ દો, દો કિલોમીટર તક ધકેલ દો, જો કુછ ભી કરના પડે વો કર દો. આમ કહેવું પડે, છતાં અંદરમાં નિર્લેપતા. મેં કહ્યું કે અંદરમાં જ્ઞાતાદષ્ટા રહેવું. એમના પ્રત્યે કષાયભાવ ના હોવા જોઈએ. મારી ફરજ છે તે મારે સાક્ષીભાવે બજાવવાની છે. પછી એ સાક્ષીભાવ એમને એટલો પકડાઈ ગયો કે અત્યારે અનુકૂળતા કે પ્રતિકૂળતામાં, કોઈપણ પરિસ્થિતિમાં જાગૃતિ રાખીને સાક્ષીભાવપૂર્વક વર્તવાનો પ્રયત્ન કરે છે. ભલે હજી આત્મજ્ઞાન વગર એમનામાં સહજતા ના આવે, પણ ભાવના એવી કરે છે.
મુમુક્ષુ : ખરેખર સાહેબ ! અત્યારે આપણા માટે એ દાખલા રૂપે છે કે આટલા મોટા માણસ આ કેવી રીતે કરી શકે છે ?
સાહેબ : હા ! એમને આપણે ઘણા પુસ્તકો આપ્યા છે. પરમકૃપાળુદેવનું આખું પુસ્તક વાંચ્યું. એમને વાંચવાનો ઘણો શોખ છે અને સમય પણ ઘણો મળે. કારણ કે, એમને બીજું કાંઈ કામ કરવાનું હોય નહીં. અમુક સમયે ફોન પર જ વાત કરવાની હોય, બાકી બીજું કંઈ કરવાનું હોય નહીં. યુદ્ધ ચાલતું હોય તો એ લોકો ઘરમાં બેઠા હોય. મેં કહ્યું કે સાહેબ ! આ બધું બોર્ડર પર થાય છે. તો એ કહે કે, આ તો રોજનું છે, ચાલતું હોય. અમને એની કાંઈ અસર ના હોય. તો, આવી રીતે જ્ઞાતા-દૃષ્ટાપણે ઘરમાં રહેવાનું છે. જે સંયોગોમાં હોય બધેય જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવાનું છે.
સકલ શેયજ્ઞાયક તદપિ, નિજાનંદ રસલીન.
— શ્રીમાન્ દૌલતરામજી કૃત ‘દર્શનસ્તુતિ’
=
ભગવાનની જેમ તમે માત્ર જ્ઞાતા છો. એથી આગળ વધશો તો કર્તા - ભોક્તા થશો અને બંધાશો. શાતા તરીક રહેશો તો છૂટશો. જ્ઞાતા-દૃષ્ટા રહી અને ફરજ બજાવો. આત્મા પવિત્રમાં પવિત્ર છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે અને ‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ મોક્ષ એ આત્માની શુદ્ધ અવસ્થા છે. ‘તે પામે તે પંથ.' એ શુદ્ધ અવસ્થા પામે તે સાચો માર્ગ, તે . સાચો રસ્તો.
મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિથ.
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૨૩
—