________________
૪૬૩
છ પદનો પત્ર. ભાવ હતો અને હવે કોઈક ગરીબ આવ્યા ને દાન આપવાનો ભાવ આવ્યો. આ અવસ્થા પલટાઈ ગઈ – આત્માના ભાવની. પણ ક્રોધ કરતી વખતે કંઈ આત્મા જુદો હતો અને દાન કરતી વખતે આત્મા જુદો હતો એવું નથી. આત્માનું મૂળ દ્રવ્ય તો એ જ છે, પણ અવસ્થાઓ પલટાય છે. માટે જ કહે છે કે કઈ અવસ્થાએ તમને સમ્યગુદર્શન થાય એ નક્કી નથી, માટે પ્રયત્ન ચાલુ રાખો.
એક સમય પહેલાની અવસ્થા મિથ્યાત્વની છે અને બીજા સમયની પર્યાય સમ્યકત્વની પ્રગટ થઈ શકે છે. કેમ કે, પર્યાય એક સમયવર્તી છે. જો એક સમયવર્તી ના હોત તો સમ્યગદર્શન ના થાય. સમ્યફજ્ઞાન પણ ના થાય. કેમ કે, સમ્યગદર્શન તે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય તેને કહે છે. જે અત્યાર સુધી મિથ્યાત્વરૂપે પ્રગટ થતી હતી તે હવે સમ્યકત્વરૂપે પ્રગટી.
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૬૯ વદનારો તે ક્ષણિક નહીં, તેનો અનુભવ કરીને નિર્ધાર કર. એટલે આત્માનું જે ધ્રુવ પડખું છે, જે દ્રવ્ય છે, તે તો શાશ્વતું છે, ક્ષણિક નથી. અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે ને ક્ષણિકપણું છે એમ જે કહે છે; તે કહેનાર જાણનાર ક્ષણિક હોય નહીં. ત્રણ કાળનું જ્ઞાન આત્માને થાય છે. ભૂતકાળનું થાય છે, વર્તમાનકાળનું થાય છે અને ભવિષ્યકાળનું પણ થાય છે. જેટલી જેના જ્ઞાનાવરણની નિરાવરણતા હોય તેટલો તેના જ્ઞાનનો પ્રકાશ થઈ શકે.
કેવળજ્ઞાનમાં જ્ઞાનાવરણકર્મ બિલકુલહટી જાય છે. અબજો અબજો વર્ષો પહેલાં કોઈપણ દ્રવ્યની શું સ્થિતિ હતી, તે કેવળજ્ઞાની જાણી શકે છે અને કહી શકે છે અને તે દ્રવ્યની અસંખ્યાત અબજો વર્ષ પછી શું સ્થિતિ હશે તે પણ કહી શકે છે. કેમ કે, એ જ્ઞાનની તાકાત છે એટલું જાણવાની. તે જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનસ્વભાવી ધ્રુવ દ્રવ્ય છે તે ત્રિકાળ છે. પર્યાય ક્ષણિકવર્તી છે, પણ કંઈ દ્રવ્ય ક્ષણિક નથી. આમ, બે અપેક્ષાથી દ્રવ્યનો નિર્ધાર કરવાનો છે.
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ જ્ઞાની કહે છે કે તમે તપાસી જુઓ. તમારા કોઈ સગા અહીંથી મૃત્યુ પામ્યા પછી નાશ