________________
ભક્તિના વીસ દોહરા
૭૭
આત્માના લક્ષપૂર્વક સ્વરૂપનો આશ્રય કરે તો ધર્મ પ્રગટ થાય. ધર્મ પ્રગટ થાય તો સાચી શાંતિ મળે. એ ગુણો આત્મામાં પ્રગટ થાય તો ધર્મ કર્યો કહેવાય. ધર્મનું વ્યાખ્યાન કરવું તે ધર્મ નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે. ‘સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ.’ દસ લક્ષણરૂપ ધર્મ, રત્નત્રયરૂપ ધર્મ, અહિંસામય ધર્મ અને સ્વરૂપના ચિંતવન દ્વારા ધ્યાનમાં એકાગ્રતા થવી તે ધર્મ છે.
એ રીતે આત્મધર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી જીવ નિવર્તે. નહીં તો બહારમાં ધર્મ કરે, પણ વ્યક્ત-અવ્યક્તપણે અંદરમાં જે સંસારની વાસનાઓ છે તે સતાયા કરે છે, એ દૂર થતી નથી. કાલ્પનિક ધર્મ દ્વારા સંસારની વાસનાઓ દૂર થાય નહીં. વાસ્તવિક ધર્મ દ્વારા સંસારની વાસનાઓ દૂર થાય. જીવને આ સંસારની વાસનાઓ બહુ સતાવે છે. એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયોના સુખ માટે જીવ બહા૨માં ઝાવાં મારે છે. તેને એમ છે કે દુનિયામાં કોઈને બહારનું સુખ નથી એવું બધું સુખ હું મેળવી લઉં, પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ધર્મ શું છે તે સમજાતું નથી. એટલે અનાદિકાળથી જીવે સાચો ધર્મ આરાધ્યો નથી, કાલ્પનિક ધર્મની જ આરાધના કરી છે. જુઓ ! આખી દુનિયામાં બહા૨માં ધર્મ કરનારા ઘણા છે, પણ સાચા ધર્મની આરાધના કરનારા ત્રણે કાળમાં વિરલા જીવો હોય છે.
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ; જિનેસ. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેસર.
—
· શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન સાચો ધર્મ હોય ત્યાં જ સાચી આત્મશાંતિ હોય, ત્યાં જ પરિતૃપ્તપણું હોય, ત્યાં જ કૃતકૃત્યપણું હોય, ત્યાં જ કર્મની સંવર, નિર્જરા અને મોક્ષમાર્ગ હોય. લૌકિક ધર્મને આરાધવાથી ધર્મના નામે અનેક પ્રકારની જીવની માન્યતાઓ થઈ ગઈ છે. અજ્ઞાની ધર્મ આરાધવા જાય તો પણ તે સાચો ધર્મ આરાધી શકતો નથી, કેમ કે સાચા ધર્મનું સ્વરૂપ તેના લક્ષમાં જ નથી. જગતમાં ૯૯.૯૯% જીવોની આ સ્થિતિ છે કે અજ્ઞાનના કા૨ણે સાચા ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી અને ધર્મની આરાધના કરે છે. એટલે તેમને ધર્મમાં શાંતિ મળતી નથી, આનંદ આવતો નથી. નહીં તો ખરો આનંદ અને શાંતિ સાચા ધર્મના સેવનમાં છે જ. એ ના મળે તો માનવું કે આપણે કાલ્પનિક ધર્મ આરાધીએ છીએ, પણ વાસ્તવિક ધર્મની આરાધના કરતા નથી અને વાસ્તવિક ધર્મનો બોધ તો આત્મજ્ઞાની પુરુષો પાસેથી જ મળે. ઠેર ઠેર અજ્ઞાનીઓને સાંભળવાથી કે અજ્ઞાનીઓને મળવાથી એ વાસ્તવિક ધર્મનો પ્રકાશ કરી શકે નહીં, કેમ કે એ પોતે જ