________________
પ૧૪
છ પદનો પત્ર થાય છે એ આપણા દ્વારા જ થાય છે, આપણા અજ્ઞાનથી જ થાય છે અને જે ખોટા વિકલ્પ કરીએ છીએ એનાથી થાય છે. ખોટું થવાનો આરોપ જે બીજા ઉપર મૂકીએ છીએ એ આરોપ આપણો અજ્ઞાન-ભાવના કારણે છે. શું કરવાથી મટે? જ્ઞાનભાવથી મટે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે કિંચિત્ દ્વેષ ના રહે. હવે રાગનું ઓપરેશન કર્યા વગર છૂટકો નથી. આપણો રાગ વધતો જાય છે. એકમાંથી છૂટ્યો તો બીજામાં, બીજામાંથી છૂટ્યો તો ત્રીજામાં. રાગ અને દ્વેષને ભયાનક માનો. જેમ એક તળાવ હોય. એમાં હજારો માછલાં હોય અને એમાં મગરો પણ રહેતા હોય એમાં માછલીઓએ કેવી રીતે રહેવું કે જેથી મગરોથી બચતાં રહેવાય. ગમે ત્યારે ઝપટમાં ચડી જાય! એમ આ સંસાર છે. એમાં અજ્ઞાનીઓના ટોળાની વચમાં જ્ઞાનીએ રહેવાનું. આપણો ઉદય છે અને અજ્ઞાનીઓનું વર્તન એવું રહેવાનું. હવે એની વચમાં આપણે સમભાવથી રહી અને આસ્તે આસ્તે છૂટીને નીકળવાનું. આ કોઈ સામાન્ય બાબત તો નથી. જેટલા અંશે ચૂકી જઈએ છીએ તેટલા અંશે બંધાઈ જઈએ છીએ. કેટલી જાગૃતિ રાખવી પડે છે જ્ઞાની પુરુષોને !
ગાંડાની હૉસ્પિટલમાં એક ડાહ્યાને રાખવાનો હોય તો? જો જાગૃતિ ના રાખે તો ગાંડાની જોડે ડાહ્યો ગાંડો થયા વગર રહે નહીં. હવે જ્યાં જાય ત્યાં બધા ગાંડા જેવી જ વાતો કરવાના. ગાંડા જોડે ગાંડા ના થાઓ તો પણ રહી ના શકો. તો ગાંડા જોડે ગાંડા જેવું વર્તન કરીને પણ ડાહ્યા રહેવાનું છે. એ જ્ઞાનીઓનું કામ છે. બીજા સામાન્ય જીવોનું કામ નથી. પરમકૃપાળુદેવ જણાવે છે,
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી. એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
આ મારા કુટુંબનો અને આ મારા કુટુંબનો નહીં, આ અમારી નાતનો અને આ અમારી નાતનો નહીં, આ અમારા ગ્રુપનો અને આ અમારા ગ્રુપનો નહીં - આવું કરે તે કોઈ દિવસ આગળ જઈ શકે નહીં. આજે જે તમારો દુશ્મન છે એ કાલે તમારો મિત્ર હતો અને આજે જે તમારો મિત્ર છે એ કાલે તમારો દુશ્મન હશે. ઉદય છે એ રહેવાનો, પણ આપણા તરફથી “સર્વ આત્મમાં સમદષ્ટિ.”
મારા-તારાનો ભેદભાવ છે ત્યાં રાગ-દ્વેષ આવ્યા વગર રહેવાના નહીં. કોઈ વ્યક્તિમાં જો “મારા છે' એવું સ્થાપિત થયું તો એ રાગ થયો અને એના નિમિત્તે બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ આવ્યા વિના રહેશે નહીં. આ સિદ્ધાંત છે. માટે બધાય જીવ તરફ એકરસ વીતરાગદશા રાખવી