________________
પ૭૪
છ પદનો પત્ર
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ને નાશ; ચેતને પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ જ્ઞાની વિચારે છે કે મારા એક પ્રદેશમાં કે એક ગુણની અંદરમાં ઘટ-વધપણું થવાનું નથી. માટે મારું મરણ નથી. અસંખ્યાત પ્રદેશમાંય એટલા જ પ્રદેશ રહેવાના છે અને અનંત ગુણોમાંથી પણ એટલા જ ગુણો રહેવાના છે. કોઈ ગુણોની કે પ્રદેશની વધ-ઘટ થતી નથી.
નિજસ્વરૂપ કેવું છે? સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું. સંપૂર્ણ માહાત્મ એટલે કેવળજ્ઞાન અથવા સિદ્ધ અવસ્થા. સંપૂર્ણ માહાત્મ ક્યારે પ્રગટ થાય છે? સિદ્ધ અવસ્થામાં. આવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે કે આવું મારું નિજસ્વરૂપ છે ! એને જાણે છે અને વેદે છે એટલે અનુભવમાં આવે છે અને વેદીને એ કૃતાર્થ થાય છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય, ત્યારે એમ કહેવાય કે હવે આ કૃતાર્થ થયા. આત્મજ્ઞાન થયું એટલે અંશે કૃતાર્થ થયા અને કેવળજ્ઞાન થયું એટલે હવે કૃતકૃત્ય થયા અને પછી સિદ્ધલોકમાં તો સંપૂર્ણ કૃતાર્થ થાય.
ચાર કર્મઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિકનાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ. ૧૫
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર અનંત ચતુષ્ટય જ્યારે પ્રગટ થાય છે ત્યારે કૃતકૃત્ય થયા કહેવાય છે. તો આવું નિજ સ્વરૂપ જાણી - વેદી તે કૃતાર્થ થાય છે. જ્યારે નિજ સ્વરૂપ વેદનમાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું કૃતાર્થ છું. મારો મનુષ્યભવ સફળ થયો.
સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ !
પામી શરણ તમારું હો, કૃપાળુદેવ! સમ્યગદર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા;
સહજાનંદ લહ્યું મારું તો કૃપાળુદેવ ! જ્યારે નિજસ્વરૂપ વેદનમાં આવે છે ત્યારે અનંતકાળમાં જે આનંદ નહોતો આવ્યો એ આનંદ એને થોડા સમય માટે આવ્યો. એણે અનંત સંસાર તોડી નાંખ્યો. આપણું મનુષ્યભવનું