________________
૯૩
ભક્તિના વીસ દોહરા ના ચાલવું એ તો જીવના હાથની વાત છે. માર્ગની પ્રરૂપણા સાચી મળવી, તત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થવો એ આ કાળમાં ઘણું દુર્લભ છે.
સત્સંગમાં સાચું તત્ત્વ મળવું એ આ કાળમાં ઘણું દુર્લભ છે. એટલી બધી તત્ત્વમાં ભેળસેળ થઈ ગઈ છે કે ઘણા જીવો પચાસ ટકા સાચું તત્ત્વ કહે, કોઈ સાંઈઠ ટકા કહે, કોઈ સિત્તેર ટકા કહે. એટલે સિત્તેર ટકાની સાથે બાકીનું જે ત્રીસ ટકા ભેળસેળવાળું આવ્યું એ આપણા માટે નુક્સાનકારક થઈ જાય છે. તત્ત્વની ખરેખરી સાચી વાત તો જ્ઞાનીઓ પાસેથી જ મળે. પંડિતો પાસે ના મળે અને બીજા કોઈ અજ્ઞાની શાસ્ત્રજ્ઞાની કે બીજા હોય તેની પાસેથી પણ મળી શકે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે,
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું;
- શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ જ્ઞાની સંત મળ્યા પણ તેમની ગુરુ તરીકે આરાધના કરી નહીં. આ પૃથ્વી ઉપર અનંતા જ્ઞાનીઓ છે, થઈ ગયા છે અને થશે. એ બધાય આપણા માટે પૂજ્ય છે, વંદનીય છે, આરાધવા યોગ્ય છે. પરંતુ જે જ્ઞાનીસંતે બોધ આપીને જ્ઞાન પમાડ્યું તે આપણા ગુરુ છે. જેમના દ્વારા આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ આપણા ગુરુ. આ પ્રકારની સમજણ રાખી, જે જીવો ગુરુનો આવો બોધ ગ્રહણ કરી, ગુરુ પ્રત્યે જેટલું બહુમાન લાવે તેટલો બોધ પરિણમન થઈ તેમનું કાર્ય થાય છે. આવા જ્ઞાની આપણને મળે, એમનો બોધ સાંભળીએ અને પછી જો એને અનુરૂપ પુરુષાર્થ કરીએ તો કામ થાય, જ્ઞાની અનંતવાર મળ્યા, પણ આપણું કામ ના થયું; કેમકે આપણે એને અનુરૂપ વર્યાં નહીં, પુરુષાર્થ કર્યો નહીં, શ્રદ્ધા દઢ કરી નહીં. એટલે બીજા ભવમાં એ બધું જતું રહ્યું.
સત્સંગ સાંભળ્યો અને થોડી આરાધના કરી એટલે એકાદ ભવ સુધર્યો, પણ ચોર્યાશીનું પરિભ્રમણ છૂટ્યું નહીં. જે જ્ઞાનીસંતે બોધ આપી જ્ઞાન પમાડ્યું તે ગુરુ છે. સર્વાર્પણપણે આજ્ઞાઆરાધન પૂર્વક તેમની સેવા કરવી જોઈએ. એ રીતે ગુરુસેવા મેં કરી નથી. એમની સેવા સર્વાર્પણપણે એટલે ‘તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવ કી આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. સર્વ પ્રકારની અર્પણતા સહિત, આજ્ઞાપૂર્વક, આરાધનાપૂર્વક એમની સેવા થવી જોઈએ. દિવસ હોય અને એ કહે કે રાત છે તો રાત. રાત હોય અને એ કહે કે દિવસ છે તો દિવસ. તમે જેમ પરીક્ષા કરો છો એમ ગુરુ પણ પરીક્ષા કરતા હોય