________________
૩૯૪
ક્ષમાપના
છે. ગમે તેવા ઉદયો હોય, નિમિત્તો હોય, જ્ઞાનીઓ માત્ર સમભાવમાં જ રહે છે, જ્ઞાતાદૃષ્ટા ભાવે જ રહે છે. એ ક્યાંય તાદાત્મ્ય થતા નથી. એ જ સાચો ત્યાગ છે.
આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ
કહે છે.
— શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક – ૫૬૯
-
દરેક ૫૨૫દાર્થોમાંથી તાદાત્મ્યતા નીકળી ગઈ, એટલે જ્ઞાનીને રાગ નથી કે મોહ નથી.જો કે, વાત્સલ્યતા છે. પણ વાત્સલ્યતા એ સમ્યક્દૃષ્ટિનો ગુણ છે અને વાત્સલ્યમાં કોઈ આકાંક્ષાઓ કે ઇચ્છાઓ નથી હોતી. કંઈ લેવાદેવાની ભાવના નથી હોતી. માત્ર નિષ્કારણ પ્રેમ હોય છે. જ્ઞાનીને રાગ નથી, છતાં જગતના તમામ આત્માઓ પર વાત્સલ્ય છે. કેમ કે, દરેક જીવને પોતાના જેવા આત્મા માને છે. વળી, સાધર્મી સાધકો અને ધર્માત્માઓ પ્રત્યે તેમને વિશેષ વાત્સલ્યભાવ હોય છે. જ્ઞાનીપુરુષોની નીરાગી દશા સમજવા માટે પોતાને રાગ છોડવો પડે, પણ આપણે રાગ છોડવા તૈયાર નથી. તમે જ્ઞાનીને ગમે તેટલો રાગ કરો, પણ જ્ઞાની તમારા પ્રત્યે અંદ૨માંથી રાગ નહીં કરે. કેમ કે, તેમણે રાગનું સ્વરૂપ જાણ્યું છે અને વીતરાગતાનું સ્વરૂપ અંશે અનુભવ્યું છે. છતાં જ્ઞાનીઓ પ્રત્યે બધાનું આકર્ષણ રહે છે તે તેમની નીરાગીતાના કારણે. માટે જ્ઞાનીની નીરાગી દશા સમજવા પોતાને રાગ છોડવો પડે અથવા ઘટાડવો પડે. સંપૂર્ણ છોડે તો તો કેવળજ્ઞાન થઈ જાય, વીતરાગ થઈ જાય. ઘટાડે તો જ્ઞાનીની દશા અંતરંગથી સમજાય. અજ્ઞાનીનો રાગ મોહયુક્ત હોય છે અને જ્ઞાનીનો રાગ ચારિત્રમોહની નબળાઈના કારણનો હોય છે. આ બન્નેના રાગમાં આટલો તફાવત છે. જ્યાં રાગ છે ત્યાં આકુળતા છે અને જ્યાં રાગ છે ત્યાં ઓછાવત્તા અંશે પણ દ્વેષ આવવાનો.
અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૯૩ - ‘છ પદનો પત્ર'
-
મારું તો કોઈ છે જ નહીં, મારો દેહ નથી તો બીજું તો કોણ મારું હોય ? જ્ઞાની કોઈપણ પદાર્થમાં મારાપણું કે મમત્વપણું અંદરમાંથી કરતા નથી. તીર્થંકર ભગવાન સમવસરણમાં બોધ આપતાં હોય, ગણધર ભગવંતો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુ ભગવાન, સાધ્વીજી, શ્રાવકો, પશુ-પક્ષી બધા હોય, પણ તેમનો રાગ ફક્ત ‘ૐૐ’ પૂરતો, તીર્થંકર નામકર્મના કારણે તેમની વાણી છૂટે છે પણ, આમને પમાડી દઉં એવી ભાવના ભગવાનને અંદરમાં હોતી નથી. કેમ કે,