________________
૨૩૭
શું સાધન બાકી રહ્યું ?
જ્ઞાની પ્રત્યે દઢ પ્રેમ થતાં આત્મદર્શન પમાય છે. દેઢ એટલે ગમે તેવા ઉદય કે નિમિત્ત આવે પણ ડગે નહીં. આવો દઢ પ્રેમ આવવો જોઈએ. બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેસર.
- શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ સ્વપ્નમાં પણ જ્ઞાની અને તેમનો બોધ, પ્રત્યક્ષમાં પણ જ્ઞાનીનો બોધ વારંવાર સાંભરી આવે. ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે આવો પ્રેમ હતો. કૂવે પાણી ભરવા જાય તોય કૃષ્ણનું સ્મરણ, ચિંતન, ભક્તિ ચાલતી હોય. એક ગોપી પાણી ભરવા ગઈ ત્યારે તેના નાના છોકરાને સાથે તેડીને ગઈ. તે ભક્તિમાં એટલી બધી પાગલ થઈ ગઈ કે ઘડાને બદલે છોકરાને દોરડું બાંધીને કૂવામાં ઉતારી દીધો. જુઓ, આ ભક્તિ! કેવી ભક્તિ હશે ! વિચાર કરો. આ પરાભક્તિ છે. રુક્મણિ તેમની પત્ની હતી, પણ એમની પરાભક્તિ નહોતી અને ગોપીઓની પરાભક્તિ હતી. એટલે કૃષ્ણનો પ્રેમ રુક્મણિ કરતાં ગોપીઓ પ્રત્યે વધારે હતો. તો, દઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. આ બહુ અગત્યનું વાક્ય મૂક્યું છે. જેટલો જેટલો જ્ઞાની પ્રત્યેનો પ્રેમ આપણો દઢ થશે, નિષ્કામ ભક્તિ થતી જશે તેમ તેમ આત્મદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આપણી વધતી જશે. આ જ માર્ગ છે અનાદિકાળનો. - “સત્યરુષની કૃપાદૃષ્ટિ એ જ સમ્યકત્વ છે.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. કૃપા ત્યારે કહેવાય કે જ્યારે પૂર્ણ ભક્તિપૂર્વક અર્પણતા, આજ્ઞાંકિતપણું, વિનય હોય. જેમને આત્મજ્ઞાન પ્રકાશે છે તેમના પ્રત્યે અપૂર્વપ્રેમ આવતા, ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે. પોતાના આત્માનો અનુભવ પ્રગટ થાય છે. અત્યાર સુધી આપણને જ્ઞાનીઓ પ્રત્યે અપૂર્વ પ્રેમ નથી આવ્યો. જો અપૂર્વ પ્રેમ આવ્યો હોત તો આપણી આ સ્થિતિ હોત જ નહીં. મળ્યા ઘણી વખત, પ્રેમ કર્યો ઘણી વખત, પણ અપૂર્વ અને અલૌકિક પ્રેમ જે થવો જોઈએ એવો પ્રેમ પુરુષ કે દેવગુરુ-ધર્મ પ્રત્યે આપણો થયો નહીં. પ્રેમથી ઉપયોગની ચંચળતા મટી જાય છે. ઉપયોગ ભક્તિમાં લાગે છે અને એ ઉપયોગ રિબાઉન્ડ થઈ પોતાના આત્મામાં સ્થિર થઈ જાય છે.
આ પદ આત્માનું જ્ઞાન કરાવી દે છે. અપૂર્વ પ્રેમ આવે છે ત્યાં ધ્યાન સ્થિર થાય છે અને તેના દ્વારા આત્મદર્શન પમાય છે. પોતાના આત્માનો અનુભવ પ્રગટ થાય છે.