________________
૩૦૨
ક્ષમાપના
અશુભભાવ એ મહાકુશીલ છે અને શુભભાવ એ એનાથી ઓછું કુશીલ છે, પણ કુશીલ તો છે. જે ભાવથી પરભાવમાં રમણતા થાય, પરભાવોની ઉત્પત્તિ થાય એ બધાય કુશીલ છે, સુશીલ નથી; છતાંય જ્ઞાનીઓની પરભાવમાં રમણતા કરવાની બુદ્ધિ નહીં હોવાના કારણે તે પણ સુશીલનું કારણ થાય છે. અજ્ઞાનીનું કુશીલ સુશીલનું કારણ થતું નથી. એક એક શબ્દમાં પરમકૃપાળુદેવે હજારો આગમના નિચોડ કરીને મૂક્યા છે. અનંત ગુણોનું માપ કાઢી લીધું છે એમણે ! આવા શીલને મેં પાળ્યું નહીં. અનંતવાર બહારમાં બ્રહ્મચારી થયો, પણ આ શીલનું, આ બ્રહ્મચર્યનું પાલન કર્યું નહીં. કોઈ અપેક્ષાએ બહારમાં પાળે તો સારું છે પણ એનાથી કાર્યની સિદ્ધિ ના થાય. મહાવ્રતો એ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો રત્નત્રયની અભેદતા છે. રત્નત્રયની અભેદતા એટલે શુદ્ધોપયોગ. એ ઉત્તમ શીલ છે.
વ્રત, સમિતિ, ગુપ્તિઓનું પાલન ગમે તેટલું કરો, શાસ્ત્રો વાંચો, ધર્મની ક્રિયાઓ કરો – એ મોક્ષમાર્ગ નથી, એ બાહ્ય વ્યવહાર ધર્મ છે, ઠીક છે, અશુભથી બચવા માટે જરૂરી છે. પણ શ્રદ્ધાની વિપરીતતા હશે તો મિથ્યાત્વ તમારું ગાડું રહેવાનું. શ્રદ્ધા સાચી થવી જોઈએ. તો અજ્ઞાનીઓનું શીલ અલગ પ્રકારનું છે, અવિરતિ સમ્યષ્ટિનું શીલ અલગ પ્રકારનું છે, દેશવિરતિનું શીલ અલગ પ્રકારનું છે, મહાવ્રતધારીનું શીલ અલગ પ્રકારનું છે, ઉપરના ગુણસ્થાનકોમાં ચઢેલા જીવોનું શીલ અલગ પ્રકારનું છે, કેવળજ્ઞાનીનું શીલ પૂર્ણ છે. આ તો પક્ષી (પાખી) પ્રતિક્રમણ, સંવત્સરી કરી લીધી એટલે એમ થયું કે મેં બધા પાપોને ત્યાગી દીધા, હવે હું નિરાવરણ થઈ ગયો. અરે ! ભાઈ, આવા તો હજારો પ્રતિક્રમણ તે કર્યા છે. પ્રતિક્રમણ એટલે આસ્રવ-બંધરૂપ વિભાવથી પાછા ફરવું. જે ભાવોથી કર્મ બંધાય છે એ ભાવોથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ છે.
ચોવીસ કલાક કર્મોનો આસવ-બંધ અજ્ઞાનીઓને ચાલુ જ છે. કલાક-બે કલાક એણે કંઈક બહા૨માં સાધન કર્યું. એટલે એ રાજી થઈ જાય કે મેં ઘણું કર્યું, પ્રભુ ! સાંભળ, હજી તેં કંઈ કર્યું નથી. ઉત્તમ શીલ કોને કહેવાય એ તો વિચાર અથવા વ્યવહારથી મુનિના ધર્મો અને ગૃહસ્થના ધર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. વ્યવહારથી પણ મુનિઓનો જે ધર્મ છે એવું મુનિપણું પણ મેં યથાર્થ રીતે પાળ્યું નથી. ગૃહસ્થધર્મનું પણ યથાર્થ પાલન કર્યું નથી. શ્રાવકના છ કર્તવ્યો છે –
देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमः तपः । दानम् चेति गृहस्थाणां षट् कर्माणि दिनेदिने ||
શ્રી પદ્મનંદિ પંચવિંશતિ