________________
૧૨૨
ભક્તિના વીસ દોહરા
તેનાથી જીવમાં સાચી યોગ્યતા આવે છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ, પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. બ્રહ્મચારીજીએ વિવેચનમાં આ વાત મૂકી છે કે પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ એટલે જેવા મંદિરમાં પરમેશ્વર છે એવા જ આ પ્રત્યક્ષ પરમેશ્વર છે. એવી પરમેશ્વર બુદ્ધિ સત્પુરુષમાં થાય અને એમના પ્રત્યે પરમ રતિભાવ જાગે, એમના પ્રત્યેનો શરણભાવ આવે ત્યારે જીવને એમના બોધનું નિમિત્ત પામીને સમતિ થાય છે. દાસત્વભાવ આવવો અઘરો તો છે, પણ આવ્યા વગર છૂટકો થવાનો નથી. ફરી ફરી વિચારવા જેવી અને સમજવા જેવી વાત છે. જીવ અનાદિકાળથી સ્વચ્છંદના કારણે આ દાસત્વભાવ લાવી શક્યો નથી. સત્પરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ-શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. એ આ કાળના જીવોને મોટા ભાગે દુર્લભ છે કેમ કે જીવોની યોગ્યતા એ પ્રકારની નથી. મોટા ભાગના જીવો સ્વચ્છંદમાં વર્તે છે અને માને છે કે હું કાંઈક જાણું છું, હું કાંઈક સમજું છું, મને બધું આવડે છે, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારી રીતે મારું કામ કરી લઈશ. ભાઈ ! અનાદિકાળથી તે આવો અહંકાર કર્યો છે, એનું નામ જ સ્વચ્છંદ છે. “સ્વચ્છંદના માથે શિંગડાં હોય નહીં.”
પરમેશ્વરભાવ જાગવો એટલે ચોથા ગુણસ્થાનકવાળાને તેરમા ગુણસ્થાનકમાં બેસાડવો. સપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય છે. બ્રહ્મચારીજીએ તેને સમકિત થવાનું કારણ બતાવ્યું છે. આને નોટમાં ઉતારી લેવા જેવું છે, હૃદયમાં લખી લેવા જેવું છે. અને આ વસ્તુ જયાં સુધી આપણામાં નહીં આવે ત્યાં સુધી આપણે સમકિતની આશા રાખવાની નહીં. ખ્યાલ આવે છે? પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થઈ, પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમકિત થાય. સદ્દગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ દઢ શ્રદ્ધા થાય એટલું માગું છું. સદૂગુરુના ચરણોની સેવા કરીશ તો મને પરમાત્માની પ્રાપ્તિ થશે.
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજે, એ દઢતા કરી દે જ. સદ્દગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, એમ દઢ શ્રદ્ધા થાય એવું હું માગું છું. આ કાળના જીવોને આ પ્રકારે શ્રદ્ધા થવી એ દુર્લભ તો છે, પણ અશક્ય નથી. કેમ કે How and Why વાળા આ કાળમાં જીવો વધારે હોય છે. બુદ્ધિપ્રધાન કે જ્ઞાનપ્રધાન જીવો વધારે હોય છે અને ભક્તિપ્રધાન કે શ્રદ્ધાપ્રધાન જીવો આ કાળમાં બહુ ઓછા હોય છે.