________________
So
ભક્તિના વીસ દોહરા કરજે. મરવાનો ય ટાઈમ નથી એમ કહે છે. તો પછી નિગોદમાં જઈશ એટલે એકલો મરવાનો જ ટાઈમ કાઢવાનો છે. એક શ્વાસમાં અઢાર વાર જન્મ અને અઢાર વાર કરવાનું. એટલો બધો ટાઈમ એના માટે જ કાઢવાનો.'
જીવ સ્વવશપણે કંઈ કરવા તૈયાર નથી. પરવશપણે બધું કરવું પડે છે. એમાં એનું કંઈ ચાલતું નથી. માટે, ગમે તેમ કરીને પોતાનું કામ કાઢી લે એ ડાહ્યા અને વિચક્ષણ કહેવાય. શ્રી દોલતરામજી કહે છે,
લાખ બાત કી બાત, યહૈ નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગદંદ-ફંદ નિત આતમ ધ્યાઓ.
– શ્રી છહ ઢાળા લાખો કરોડોની એક જ વાત છે કે આ વસ્તુ નિશ્ચયમાં લાવો ને દઢ કરો કે જગતના બધાય પ્રપંચોને, ઉદયોને, નિમિત્તોને છોડીને પણ આત્માનું કલ્યાણ કરવું છે. બધા પ્રકારની ફરિયાદો બંધ કરો. તમે ફરિયાદો કરો છો તે જ્ઞાનીઓ સાંભળી લે છે, પણ અંદરમાં સમજે છે કે આને હવે ફરિયાદ કરવાની કાયમની ટેવ પડી ગઈ છે. બચાવનો ઉપાય કરવા એ બહાના કાઢવાનો જ છે અને કાઢે જ છે. ક્યાં સુધી બહાના કાઢશો? કેટલા બહાના કાઢશો? અને બહાના કાઢવાથી પણ કંઈ લાભ હોય તો બતાવો.
* * * * *