________________
૯૬
ભક્તિના વીસ દોહરા એ પણ કામ આવતું નથી. અનેક પ્રકારના સાધનો છે, પણ સાધ્ય તો શુદ્ધ આત્મા છે. જેમ લક્ષ વગરના બાણ નિષ્ફળ જાય તેમ શુદ્ધ આત્માના લક્ષ વગરની સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે માત્ર એક સત્પરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષની આજ્ઞા પ્રમાણે સાધના કરે તો કાર્ય થાય જ, એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પારસમણિ લોઢાને અડે તો સોનું થાય જ. જયારે આશ્રય કરીને સાધના કરી ત્યારે કુગુરુ હતા, આશ્રય વગર સાધના કરી ત્યારે કલ્પનાઓ હતી અને સાચા સંતની નિશ્રા મળી ત્યારે તેમની આજ્ઞા અનુસાર આપણે સાધના ના કરી. આથી આપણું પરિભ્રમણ આજ દિન સુધી ચાલુ રહ્યું છે. તો એ ભૂલને કાઢીને આપણે સાચી સાધના કરીશું તો અવશ્ય આપણું કામ થયા વગર રહેશે નહીં. શ્રદ્ધામાં જીવ ડગી જાય છે. થશે કે નહીં થાય? આમ કરું કે આમ કરું? આ વધારે સારી છે કે પેલા વધારે સારા છે? એટલે આમાં મુંઝાઈ જાય છે અને જીવ કોઈની પણ આજ્ઞામાં રહીને વ્યવસ્થિત રીતે જે સાધના કરવી જોઈએ એ કરી શકતો નથી. દઢ નિર્ણય જોઈએ અને દઢ નિર્ણય અનુસાર પુરુષાર્થ જોઈએ.
*
*
*