________________
શું સાધન બાકી રહ્યું ?
૨૫૭
ઈડર જાય તો આઠ-આઠ કલાક ગુફામાંથી બહાર ના નીકળો. ખાધું નહીં, પીધું નહીં, વીસ-વીસ કલાક સુધી સાધના કરી અને પાછો ઘરે ગયો એટલે એ જ વિષય-કષાય ચાલુ ! અને પાછો કહે કે શું કરીએ સાહેબ ! સંસારમાં છીએ ને ! આમ, ટાઢું પાણી નાંખી દે છે. ભલે ત્યાં રહો, પણ આસક્તિ છોડો. આસક્તિના કારણે પ૨માં, પરભાવમાં તાદાત્મ્યતા થાય છે અને આસ્રવ-બંધ કરીએ છીએ. તમે જેવી રીતે ધર્મશાળામાં રહો છો એવી જ રીતે ઘરમાં રહો. આશ્રમની બાંધેલી દોરી પર તમે કપડાં નાંખશો અને જ્યારે નીકળશો ત્યારે તમારા કપડાં લઈને નીકળશો. દોરી એમ ને એમ પડી રહેશે અને તમે દોરી બાંધી હશે તો ? એ દોરી ઉપર કોઈના કપડાં સૂકાતા હશે તો આઘા-પાછા કરી, તમારી દોરી વાળીને તમે લઈ જશો. આનું નામ આસક્તિ. ભલે, વ્યવહાર છે એ બરાબર છે, પણ આસક્તિ તો છે અને ધારો કે દોરી છોડવી ભૂલી ગયો અને મુંબઈ પહોંચી ગયો તો આશ્રમમાં ફોન કરે કે અમારી દોરી રહી ગઈ છે તો રાખી મૂકજો. બીજી વખત આવીશું એટલે લઈ જઈશું અને મનમાં કેટલાય વિકલ્પ કરે કે કેમ ધ્યાન ના રહ્યું. આટલી ઉતાવળ કેમ કરી ? રાતની ટ્રેન હતી. શાંતિથી જવાનું હતું, તોય કેમ આમ થયું ? હવે ફરીથી ધ્યાન રાખવું. પં. દૌલતરામજી કહે છે,
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવેક ઉપજાયો; પૈનિજ આતમ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો.
· શ્રી છહ ઢાળા
આસક્તિ છોડવી હોય તો દેવ, ગુરુ, ધર્મની ભક્તિમાં જોડાવું. તો આસક્તિ ધીમેધીમે નિર્મૂળ થઈ જશે.
(૭) જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે.
કોઈની પાસેથી માન, પૂજા, ભક્તિ, પૈસા કે જગતના કોઈ પદાર્થ ઇચ્છે તો તે જ્ઞાની નથી. જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષી જીવને ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. જુઓ ! સાંભળે છે ઘણા, પણ પરિણમન કોઈકનું જ થાય છે. જે ભક્તિ દ્વારા એમની સાથે આજ્ઞાંકિત થઈને વર્તી રહ્યા છે તેમનું કામ થાય છે. ઉપદેશ સાંભળવાવાળા બધાનું થતું નથી. આ અગત્યનું છે. મોક્ષાભિલાષીને તે કર્યા વગર ઉપદેશ પરિણમતો નથી. આ ઉપદેશનું પરિણમન જ્યારે જ્ઞાનીની તેને નિષ્કામ ભક્તિ જાગે છે ત્યારે થાય છે. બોધ