________________
૧૪૩.
શું સાધન બાકી રહ્યું ? સ્વીકાર. તો, ફક્ત એક જૈનદર્શન પાસે જ સ્યાદ્વાદ છે એટલે બાકીના બધાય દર્શનને એણે અપેક્ષાએ સ્વીકાર્યા છે. અન્ય દર્શનો પાસે સ્યાદ્વાદ નહીં હોવાને કારણે એ પોતાને એકાંત સત્ય માનીને બાકીનાને મિથ્યા માની તેમના પ્રત્યે વિપરીત થઈ ગયા, દૃષ્ટિથી વિમુખ થઈ ગયા, ‘ષાત્મક ભાવ આવી ગયા, ચૂકી ગયો. પરમકૃપાળુદેવનું એક વાક્ય છે કે, “સ્યાદ્વાદ દૃષ્ટિથી જોતાં કોઈ પણ મત અસત્ નથી.”
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૭ – ગાથા – ૭ સ્યાદ્વાદ એટલે અપેક્ષાથી સ્વીકાર. બૌદ્ધ કહે કે આત્મા અનિત્ય છે અને વેદાંત કહે છે કે આત્મા નિત્ય છે ને જૈન કહે છે કે તમે બંને, અપેક્ષાથી સાચા છો. આ સ્યાદ્વાદ. જીવ આ સ્યાદ્વાદના હથિયારનો સમ્યક્ પ્રકારે ઉપયોગ નથી કરી શકતો. તો તેનું મોક્ષમાર્ગમાં ડોકું ઉડી જાય છે. “સ્યાદ્વાદ સમજણ પણ ખરી.'બસ, અપેક્ષાથી સત્યનો સ્વીકાર. જેટલા અંશે જે સત્ય છે તેટલા અંશે તેનો સ્વીકાર, તો રાગ-દ્વેષ નહીં થાય. તમારા કષાયો ઉછળી નહીં આવે. બીજા દર્શનવાળા પ્રત્યે કે બીજી વ્યક્તિઓ પ્રત્યે ઘણી વખત આપણે જે ઉછળી જઈએ છીએ, તેનું કારણ આપણે સ્યાદ્વાદ દષ્ટિ ચૂકી ગયા છીએ. સ્યાદ્વાદમાં તત્ત્વનું બેલેન્સ છે. આ ગુરુગમ છે.
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજન' એ શ્લોકમાં જ્ઞાનાંજન એટલે સ્યાદ્વાદ. ગુરુ અંજન કરે છે. એટલે શિષ્યને પૂર્ણ સત્ય દેખાય છે અને અપૂર્ણ સત્યમાં કેટલું સારું છે ને કેટલું ખોટું છે એ પણ દેખાય છે. છતાં રાગ-દ્વેષ થતા નથી. આ, “જ્ઞાનાંજનશલાક્યા' અઘરું છે. પંચમકાળ છે એટલે દરેક સાધકોની યોગ્યતા એવી ના હોય કે એ સ્યાદ્વાદ દષ્ટિનો સદુપયોગ કરી શકે અને દરેકને તે મળવું પણ અઘરું છે. સ્યાદ્વાદ દષ્ટિનું બેલેન્સ જીવ ચૂકી જાય છે ત્યારે તેને રાગ-દ્વેષ થાય છે અને રાગ-દ્વેષ થાય છે ત્યારે એ મોક્ષમાર્ગમાંથી ખસી જાય છે. તો, “સ્વબોધ - કિયો' –આત્માએ આત્માનો બોધ પણ ઘણીવાર કર્યો, આત્માએ આત્માનું ચિંતન કર્યું, આત્માનું મનન કર્યું, આત્માની ભાવના ભાવી, આત્માની વાત સાંભળી, આત્માની વાત વિચારી, આત્માની વાત બીજાને કહી, “સ્વબોધ કિયો', તો પણ કામ થયું નહીં. ઉપયોગમાં માત્ર