________________
પ૨૫.
છ પદનો પત્ર હવે અત્યારે અપ્રત્યાખ્યાનાવરણીયને કાપો. પછી બીજો પ્રત્યાખ્યાનાવરણીય કષાયને કાઢવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિથી યુક્ત થઈ ત્રીજા કષાયને કાઢવા નીકળે છે. જ્યાં દીક્ષા લે છે ત્યાં ત્રીજો કષાય પણ હણી અને ચોથાનો મંદ ઉદય રહે છે. એ પણ જ્યારે શ્રેણી માંડે છે ત્યારે સંજવલનને તોડી અને સંપૂર્ણ વીતરાગ થઈ જાય છે. આ કષાયનો અપરિચય કરવાની પદ્ધતિ છે.
કષાયને તાત્કાલિક શમાવવા તો ગમે તેમ કરીને સ્થળ છોડીને જવું પડે, બીજું કોઈ નિમિત્તનું અવલંબન લેવું પડે. સ્વાધ્યાયમાં જોડાઈ જવું પડે. ગમે તેમ કરીને તાત્કાલિક તો એને ઉપશમ કરી દો. પછી એને મૂળ સહિત કેમ છેદવો એ આગળની વાત. પણ જ્યારે ઉદયમાં આવે છે તો પહેલા એને દબાવો. જેમ તમારે દૂધની તપેલી ગેસ પર હોય અને એકદમ ઊભરો આવી જાય, સાણસી કે કપડું ના જડ્યું, તો પહેલું તમે પાણી નાખી દો છો. એવી રીતે જ્ઞાની કહે છે કે “શમ' એટલે ઉદયમાં આવેલા ગમે તેવા કષાયને પણ શમાવી દેવા. “ખમ' એટલે સહનશીલતા, ખમી જવું પણ કષાયરૂપે પરિણમી જવામાં લાભ નથી. એકાંતે નુક્સાન છે. “દમ” એટલે ઈન્દ્રિયો અને મનમાં જે ઉન્માદ ચાલી રહ્યો છે એનું દમન કરો, એના ઉપર કાબૂ મેળવો.
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વતે અંતરશોધ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦૮, ૧૦૯ જેના મંદ કષાય થયા છે એ જ ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ સમ્યફ પ્રકારે કરી શકે છે. માટે કષાયને ઉપશમાવવા, ગમે તેમ કરીને ઉપશમાવવા. પછી જ્ઞાનથી સમજાવવું. એક વખત તાત્કાલિક તો ત્યાંથી હટી જવું. ગમે તેમ કરીને પણ ઉપયોગને વાળવા માટે સત્સંગમાં બેસી જવું, સ્વાધ્યાય કરવા બેસી જવું. ગમે તેમ કરીને ઉપયોગને ફેરવવો. જો ઉપયોગ એ બાજુ રહેશે તો કષાય થવાના. પરમાત્માની ભક્તિમાં, સત્સંગમાં કે સ્વાધ્યાયમાં ઉપયોગ વાળી લીધો, તો જે કષાયની તીવ્રતા છે એ તો મોળી પડી જવાની. ભગવાનની મૂર્તિ સામે કે ચિત્રપટ સામે બેસો. પછી એમની જોડે વાત કરો કે હે ભગવાન ! તારા ઉપર તો આટલા મરણાંત ઉપસર્ગ-પરિષહ આવ્યા. છ છ મહિનાના, અને છતાં અંદરમાં વીતરાગતા વધારીને કેવળજ્ઞાન