________________
ક્ષમાપના
૪૦૧ હોય, વિદ્વાન હોય પણ જો તે મિથ્યાત્વી હોય તો તેનો બોધ ઉપકારી નથી થતો, ઊલટો અપકારી થઈ જાય છે. જેમ ભોજનમાં એક ટીપું ઝેરનું આવી જાય, તો સમગ્ર ભોજન બગાડી નાંખે છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. માટે અમેરિકા ને સ્વિટઝર્લેન્ડ જવાની ઇચ્છાથી નિવાઁ. જીવ વિભાવથી હજી થાક્યો નથી. ચૌદ રાજલોકમાં તે અનંત આંટા મારે છે. પ્રભુ! આ ચૌદ રાજલોકનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં તેં આંટો ના માર્યો હોય. હજુ બીજું જાણવાની કે જોવાની ઇચ્છા થાય છે તે એમ બતાવે છે કે આત્મામાં સુખ, શાંતિ અને આનંદ છે એવું હજી તને દૃઢ થયું નથી. આ બધી ઇચ્છાઓથી નિવર્સો.
હે જીવ! ક્યા ઇચ્છત હવે? હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથ નોંધ - ૧-૧૨ જે સહજપણે થાય તે કરો, ઇચ્છાથી દોડાદોડ ના કરો અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દો. એ સિવાય કલ્યાણ નથી. સ્વરૂપદષ્ટિ થયા વગર કોઈપણ જીવનું કલ્યાણ થઈ શકે નહીં. માટે વારંવાર સ્વરૂપદષ્ટિનો ઉગ્ર પુરુષાર્થ કરો. સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરો. અંતર્મુખતાનો ઉગ્ર પુરુષાર્થ કરો. બહારમાં ગમે ત્યાં તું દોડ, ચૌદ રાજલોકમાં જા, ગમે તેટલા લોકો તને હાર પહેરાવે, તને માન આપે, તને ઉપર બેસાડીને તારા ભાષણો સાંભળે, બધું કરે પણ એમાં તને શાંતિ નથી. સ્વરૂપને વિષે દષ્ટિદે અને જો અખંડપણે તારા સ્વરૂપને જાણીશ તો આખું ચૌદ રાજલોક અહીં બેઠા બેઠો જાણી શકીશ. એક આત્મામાં તારો ઉપયોગ સ્થિર થશે તો આખા જગતનો નિર્ણય થઈ જશે કે આખું જગત છ દ્રવ્યોનો સમૂહ છે, એથી કોઈ સાતમુ દ્રવ્ય છે નહીં. લોકાકાશનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં છ દ્રવ્ય નથી. જીવ અમેરિકા જઈને ખીચડી ખાય અને રાજી થઈ જાય અને ઘરવાળા ખીચડી બનાવે તો થાળી ફેંકી દે, રોજ આવા ખીચડા ને ખીચડી ખવરાવો છો ! | સર્વ આવરણ દૂર થયા હોવાથી ભગવાનને ત્રણે લોકનું, ત્રણે કાળનું જ્ઞાન છે. સંપૂર્ણ જ્ઞાનાવરણ કર્મ દૂર થઈ ગયું છે, દર્શનાવરણ કર્મ દૂર થઈ ગયું છે, મોહનીય કર્મ દૂર થઈ ગયું છે, અંતરાય કર્મ દૂર થઈ ગયું છે. ત્રણે લોકનું જ્ઞાન છે. તેથી તે ગૈલોક્ય પ્રકાશક છે, તે વ્યવહારથી અને નિશ્ચયથી અખંડપણે પોતાના સ્વરૂપજ્ઞાનના પ્રકાશક છે.