________________
શું સાધન બાકી રહ્યું ?
૧૪૭
થાય, કોઈના પ્રત્યે અજ્ઞાનમય રાગ થાય કે કોઈપણ પ્રકારના વિપરીત ભાવ આવવા ના જોઈએ, તો મૌન લાભકારી થાય. એમાં અશુભ ભાવ તો ના જ આવવો જોઈએ, જો અશુભ ભાવ આવે તો મહાનુક્સાન છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાઓનો ભાવ મૌનમાં પ્રાયે ન આવવો જોઈએ. તો જ તમારું મૌન સફળ થઈ શકે.
આપણી વાણી હિત, મિત અને પ્રિય હોવી જોઈએ. મિત એટલે થોડી, પ્રમાણસર. દરેક મહાન પુરુષોના તમે જીવનચરિત્ર વાંચશો તો તેમાં તમને તેમનો મૌનનો પ્રયોગ જોવા મળશે. મહાપુરુષો ધ્યાનમાર્ગમાં આગળ વધતા હોય તેમને મૌન દ્વારા આત્માની શક્તિઓ કેન્દ્રિત થાય છે અને તેના કારણે તેમના ઉપયોગની સ્થિરતામાં વૃદ્ધિ થાય છે અને શુદ્ધિ થાય છે. ઉપયોગની શુદ્ધિ અને વૃદ્ધિ માટે મૌન પણ ઘણું સહાયક છે. બોલવાથી ઉપયોગની ચંચળતા આવે છે, શક્તિ ખર્ચાઈ જાય છે અને સ્થિરતામાં બાધકતા આવી જાય છે. રાગી જીવને એમ હોય કે જેટલું બોલે તેટલું સારું અને જ્ઞાનીને એમ હોય કે જેટલું ના બોલાય તેટલું સારું. જેમ બિલોરી કાચ ઉપર સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવામાં આવે છે તો નીચેના કાગળને બાળી નાંખે છે, તેમ મૌન દ્વારા કેન્દ્રિત થયલી આત્માની શક્તિ કર્મના કચરાને બાળી નાંખે છે. મૌનથી ભાવોની શુદ્ધિ થાય છે, શાંતિ રહે છે, અસત્ય વચનોનો સ્વયં ત્યાગ થઈ જાય છે એમ ઘણા ફાયદા છે. વાણી પરનું આ સૂત્ર ખાસ અપનાવવા જેવું છે.
ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો ઔર જરૂરત હોને પર બોલો.
બોલવામાં પણ વિવેક જોઈએ. ગમે તેવી વાતો ગમે તેટલા સમય સુધી કર્યા જ કરીએ એ સાધકનું લક્ષણ નથી. સહજાનંદ વર્ણીજી પાસેથી અમે આ ઘણું શીખ્યા, ૨૪ કલાકમાં માંડ પા-અડધો કલાક કોઈની જોડે વાત કરતા હશે અને તે પણ પ્રયોજનભૂત અને સંક્ષેપમાં. કોઈપણ વાતને બે મિનિટમાં પૂરી કરી દે અને જે જવાબ આપવો હોય તે આપી દે. મોટા ભાગે મૌન રહીને લેખનકાર્ય ને ધ્યાનનું કાર્ય વધારે કરતા. એમની પાસેથી અમને ઘણી પ્રેરણા મળી કે મૌનનો પ્રયોગ નહીં કરો તો તમે સાધનામાં વૃદ્ધિ નહીં કરી શકો.
કાયા દ્વારા શુભ કાર્ય કરો, અશુભ કાર્યનો બને તેટલો ત્યાગ કરો. ગૃહસ્થ દશામાં છીએ એટલે સંપૂર્ણ ત્યાગ ન થાય, પણ શક્ય હોય તેટલો કરવો. કાયાને પણ આત્માની સાધનામાં લગાડો, આસનની સ્થિરતામાં લગાડો, કાયાને સ્ટેચ્યુ કરી દેવાની. તો જ ધ્યાનની યોગ્યતા આવશે. કાયાની અસ્થિરતા પણ ધ્યાનમાં બાધક થાય છે, માટે તે પણ જરૂરી છે. અનેક પ્રકારની સાધના અત્યારે ઘણા કરે છે, પહેલાંય ઘણા કરનારા હતા. ચોથા આરામાં