________________
૧૬૭
શું સાધન બાકી રહ્યું ?
આ બધા સાધનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળમાં ભમતાં ભમતાં અનેક વખત કર્યા. છતાં તેને હજુ કંઈ ફળ મળ્યું નહીં, ફળ પ્રાપ્ત થયું નહીં. ધર્મના સાધનો કર્યા, પણ ધર્મ ના પામ્યો. ધર્મની ક્રિયાઓ કરી, પણ ધર્મની પ્રાપ્તિ ના થઈ. આ આપણી વાત ચાલે છે. બીજાની વાત નથી કરતા. અનાદિકાળથી આપણે આ ભૂલ ખાધેલી છે. આ ભવમાં આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવા માટે આ પદ છે. આપણા માટે છે. પરમકૃપાળુદેવે દરેક સાધકો માટે આ લખ્યું છે કે આવી ભૂલો તમે પૂર્વમાં ઘણી કરી છે, અત્યારે શાસ્ત્ર વાંચીને અભિમાન કરવા જેવું નથી, કે કોઈનું ખંડન-મંડન કરવાથી તમને લાભ થઈ જવાનો નથી, બીજું બધું પ્રયોજન મૂકી અને ઘર ભેગા થઈ જાવ બસ. કોણે શું કર્યું ને કોણે શું ના કર્યું ને કોણ ક્યાં જાય છે ને કોણ ક્યાં નથી જતો? આ બધા હિસાબ આપણે રાખવાની જરૂર નથી. જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જેને જે કરવું હોય તે કરે.
આપ સ્વભાવમે રે, અબધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઆ ન લીના.