________________
૬૧૯
ત્રણ મંત્રની માળા
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ;
જ્યાં દેખું ત્યાં સર્વજીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. જીવ માત્રમાં આત્મદષ્ટિથી જોતાં શીખશો તો તમારા રાગ-દ્વેષ સ્વયં મોળા પડી જશે. મારા-તારાના ભાવ નીકળી જશે. આ મારા ગ્રુપનો છે અને આ અમારી નાતનો છે, આ અમારા ગુરુને કે ભગવાનને માનનારો નથી, માટે પર છે. કોણ શું કરે છે અને કોણ શું નથી કરતું એનો જ હિસાબ આપણે ચોવીસ કલાક રાખીએ છીએ. આપણે આપણો હિસાબ તો ક્યારેય રાખતા જ નથી ! જેને જે કરવું હોય તે કરવા દો, બધાય સ્વતંત્ર છે અને જે સ્વચ્છંદી જીવ છે તે પોતાની કલ્પના પ્રમાણે નહીં કરે તો શું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરશે? જે સ્વચ્છંદી છે તે પોતાની મરજી પ્રમાણે જ કરવાનો. તો તેને એમ કરવા દો. તમે તેના પણ વિકલ્પમાં ના પડો કેમ કે તેની એટલી જ યોગ્યતા છે.
ભગવાન પણ કોઈના પરિણામ ફેરવી શકતા નથી, તો તમે બીજાના પરિણામ ફેરવી શકો? અને બીજા ગમે તે રીતે પરિણમે એમાં તમને લાભ કે નુક્સાન શું છે? આણે આમ ન કરવું જોઈએ, આણે આમ જ કરવું જોઈએ, આણે અહીં જવું જોઈએ, આણે અહીં ના જવું જોઈએ. અરે ! મૂકને બધી કડાકૂટ! તારો ઉપયોગ ડહોળાઈ જાય છે અને વિકલ્પોમાં જાય છે, તારી નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગે છે. માટે આનંદઘનજીનું દષ્ટાંત ધ્યાનમાં રાખો કે “મેવાડ કી રાની કો લડકા હોવ તો ભી આનંદઘન કે ક્યા? ઔર નહીં હોવે તો ભી આનંદઘનકું ક્યા?' કોઈ કંઈ કરે તો પણ આપણને શું? અને ન કરે તો પણ આપણને શું? માટે છૂટા રહો. ક્યાંય એટેચમેન્ટ કર્યું તો ઉપયોગનું તમારા આત્માથી ડિટેચમેન્ટ થશે. કોઈપણ સાંસારિક કર્તવ્યોમાં કે વિકલ્પોમાં કે ભાવોમાં તમારો ઉપયોગ જોડાશે એટલો તમારા આત્મામાંથી ખસી જશે. શું જરૂર છે અશાંતિ કરવાની? સમજીને બધું જોયા કરો.
આપ સ્વભાવ મેં રે, અવધૂ સદા મગન મેં રહના; જગત જીવ હૈ કર્માધીના, અચરિજ કછુઆ ન લીના.
– શ્રી ચિદાનંદજી મહારાજ જગતના જીવો છે તે કર્માધીન છે. જેવા કર્મના ઉદય આવે તેને આધીન થઈને નાચવાના છે, ના નાચે તો આશ્ચર્ય. અજ્ઞાની જીવને ક્રોધનો ઉદય આવે અને ક્રોધ ના કરે તો આશ્ચર્ય! પણ ક્રોધ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. કેમ કે, તે નીચેની ભૂમિકામાં છે. જીવ નીચેની ભૂમિકામાં હંમેશાં નિમિત્તાધીન રહેતો હોય છે; એટલે તે જે નિમિત્તોમાં, જે સંયોગોમાં આવે છે તેને