________________
છ પદનો પત્ર
૪૧૯
આપણા સર્વસાધનનો હેતુ તો સમ્યગદર્શનની પ્રાપ્તિ છે. એ સમ્યગદર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક આ છ પદ છે. એ છ પદની યથાર્થ શ્રદ્ધા જો જીવ જ્ઞાની પુરુષના બોધ અનુસાર કરે તો તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. એટલે કે પહેલું સમકિત કહેવામાં આવે છે. એ પહેલું સમકિત બીજા સમકિતનું કારણ થાય છે. બીજું સમકિત એ અનુભવાશે પ્રતીતિ છે અને ત્રીજું સમકિત છે એ પરમાર્થ નિર્વિકલ્પ અનુભવ છે. ત્રણે સમકિત જ્ઞાની પુરુષોએ માન્ય કર્યા છે. એ ઉપાસવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. ધર્મની સાચી શરૂઆત સમ્યગદર્શનથી થાય છે. દરેક સાધકનો પ્રથમ ધ્યેય સમ્યગદર્શન પ્રાપ્ત કરવું તે છે. આત્માનુભૂતિ સાથે તેનો અવિનાભાવી સંબંધ છે. સમ્યગદર્શન એ આત્માનુભૂતિ નથી. એ તો આત્માની શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા છે. આત્માનુભૂતિ એ જ્ઞાન-પર્યાય છે, પણ બન્ને યુગપત્ છે. જેમ અંધકારનું જવું અને પ્રકાશનું થવું એક સાથે છે, એમ જે સમયે સમ્યગદર્શન થાય છે તે જ સમયે જ્ઞાન સમ્યફ બની જાય છે.
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ જુદા જુદા અનુયોગ અનુસાર સમ્યગદર્શનની જુદી જુદી વ્યાખ્યાઓ આગમોમાં આપી છે. ચરણાનુયોગની અપેક્ષાએ સાચા દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાપૂર્વક, ત્રણ મૂઢતારહિત, આઠ દોષરહિત અને આઠ ગુણ સહિત જે શ્રદ્ધા થાય તેને સમ્યગદર્શન કહ્યું છે. પહેલાં એ સમકિત આવવું જોઈએ, જેનાથી ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ થાય છે.
સવ :- જે અઢારદોષથી રહિત છે, જેમને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થયા છે, જેમના ચાર ઘનઘાતી કર્મ નષ્ટ થયા છે, એવા પરમાત્માને સદૈવ કહેવામાં આવે છે કે જેઓ વીતરાગ સર્વજ્ઞ છે. જેમને રાગ-દ્વેષ અને અજ્ઞાનનો સંપૂર્ણ અભાવ થયો છે. એવા પરમ વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે સદેવ છે. એ સદૈવ સિવાય આપણે અન્ય કોઈને સદેવ માનીએ તે દેવતત્ત્વની ભૂલ છે, દેવમૂઢતા છે. જેમને સમ્યદૃષ્ટિ પુરુષોનો યોગ થાય છે, જ્ઞાની પુરુષોનો યોગ થાય છે એમના બોધમાં દેવતત્ત્વનું નિરૂપણ આ પ્રકારે હોય છે.
શ્રી મલ્લિનાથ ભગવાનમાં સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે અઢાર દોષનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લે મૂક્યું છે કે,