________________
ભક્તિના વીસ દોહરા પરમ દુર્લભ છે. એક એક સંઘમાં પહેલા હજારો મુનિઓ રહેતા, બધાય સ્વયં અનુશાસનમાં રહેતા, સહજ સાધના કરતા તેમજ અન્ય મુનિઓ કે શ્રાવકો સાથે કોઈ વિખવાદ થતા જ નહીં. મોટા ભાગે મૌનપણે એમની સાધના ચાલે અને તે પણ ગુરુની આજ્ઞા પ્રમાણે. બીજી કોઈ કડાકૂટમાં પડે નહીં. કંઈ પણ કરવું હોય તો ગુરુને પૂછીને જ થાય. કંઈ પણ તમારે એમને આપવું હોય તો ડાયરેક્ટ ના લે. એ કહે કે અમારા ગુરુને આપો. પછી એ અમને મળી જશે. અમને આપવા યોગ્ય હશે તો અમારા ગુરુ અમને આપશે. કોઈની પાસે કોઈ વસ્તુ માંગવાની જ નહીં ને કોઈ આપે તો લેવાની નહીં. વળી, કોઈનો સંપર્ક નહીં. કોઈપણ વાત કરવી હોય કે પૂછવી હોય તો એમ કહે કે તમે અમારા ગુરુમહારાજ પાસે જાવું, આ અમારું કામ નહીં. ચોથા આરાના જીવો ઘણા ભાગ્યશાળી હતા. તેમને ઠેર ઠેર આવા નિમિત્તો મળતા. વર્તમાનમાં એવા રત્નત્રયધારી મુનિઓના ને કેવળજ્ઞાનીઓના નિમિત્તા પ્રાપ્ત થવા દુર્લભ છે.
એ સાહેબ ભરતક્ષેત્રમાં હું અવતર્યો, એ સાહેબ એટલું ઓછું પુન; એ સાહેબ જ્ઞાની વિરહ પડ્યો આકરો, એ સાહેબ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન.
એક વાર મલો ને મોરા સાહેબ. સાહેબ શ્રી સીમંધર સાહેબા. એ સાહેબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહેબ રવિ કરે તે પ્રકાશ; સાહેબ તેમજ જ્ઞાની મત્સ્ય ઉકે, તે તો આપે સમકિત વાસ. એક વાર મલો ને મોરા સાહેબા, સાહેબ શ્રી સીમંધર સાહેબા.
–શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત સીમંધરજિન સ્તવન જેમ સૂર્યનો પ્રકાશ થાય ને અંધકાર જતો રહે તેમ જ્ઞાની પુરુષો મળે ત્યારે એ સમકિતનું દાન કરે છે, આત્મજ્ઞાનનો પ્રકાશ કરે છે. એવા મહાપુરુષોના પ્રેમની કથા અલભ્ય છે, તેનો મારા મનમાં ખેદ નથી. બસ આત્માને પ્રાપ્ત કરવાની, સપુરુષને પ્રાપ્ત કરવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની, તીવ્ર તાલાવેલી, ઝંખના લાગવી જોઈએ. આ ભક્તિમાર્ગ છે, એટલે ભક્ત ભગવાનને અહીં પ્રાર્થના કરે છે, પોકાર કરે છે કે હે પ્રભુ! આવી સ્થિતિ મારી હજુ થઈ નથી. આત્માને પ્રાપ્ત કરવા માટેની જે સ્થિતિ થવી જોઈએ એવી સ્થિતિ મારી નથી. હું તો બસ તમારી સમક્ષ ફક્ત ભાવ કરું છું.