________________
છ પદનો પત્ર
૪૧૫
છે અને એ રાગ, દ્વેષ અને અજ્ઞાન વડે સમસ્ત જગત જિતાયું છે. બસ એટલા માટે આપણે ભગવાનનો આશ્રય કરીએ છીએ. સમ્યગદર્શન માટેની પ્રાથમિક ભૂમિકામાં જ્ઞાનીની ભક્તિ જોઈશે. એ વગર જીવ ગમે તેટલો આગળ દોડશે તો પણ કામ નહીં થાય.
દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિનેસર, પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ જિનેસર.
-શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન ગુરુગમ વગર ગમે તેટલા દોડીએ પણ કંઈ હાથમાં આવતું નથી. પરમકૃપાળુદેવે પત્રક - ૨૦૦ માં કહ્યું છે,
અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
કેટલું માહાભ્ય છે પ્રત્યક્ષ ગુરુની આજ્ઞાનું ! એ ઉપરોક્ત વચન પરથી સમજી શકાય છે. કોઈ કહે કે આટલા બધા શાસ્ત્રો છે એ વાંચી લઈએ તો ચાલે કે નહીં? તો જ્ઞાની કહે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. હવે ક્યાં જશો? હવે કોની આજ્ઞા પાસે જવું પડશે? પ્રત્યક્ષની આજ્ઞા પાસે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. શાસ્ત્ર પાત્ર બનવામાં મદદ કરે, પણ મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.
આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી. એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. બસ આ ચોકડી મારી દીધી. આ જ્ઞાનમાર્ગની શ્રેણી છે અને આ સિવાય બીજા કોઈ માર્ગથી મોક્ષ છે નહીં. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ગુપ્ત તત્ત્વ એટલે સપુરુષની આજ્ઞાનું આરાધન. પ્રત્યક્ષ અમૃતની પ્રાપ્તિ એટલે સાક્ષાત્ આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ. આમ, પ્રત્યક્ષ સપુરુષની આજ્ઞાનું માહાભ્ય શરૂઆતમાં જ આપણને પરમકૃપાળુદેવે બતાવી દીધું છે. એ વગર બધાય સાધન નકામા છે. તમારા ઘરમાં ફ્રીઝ છે, ટી.વી. છે, રેડિયો છે, ગ્રાઈન્ડર મશીન છે, વોશીંગ મશીન છે, ઘણી બધી ઈલેક્ટ્રોનિક આઈટમ છે, પણ કરંટ ના હોય તો? કરંટ ના હોય તો એ બધું શોભાના ગાંઠીયા જેવું છે. કરંટ છે તો બધાંય કામના. એમ બીજું બધુંય છે, પણ જ્ઞાનીપુરુષના બોધરૂપી, આજ્ઞારૂપી કરંટ નથી તો એ બધા સાધનો જે છે તે,