________________
૧૯૪
શું સાધન બાકી રહ્યું ? સાધના છે. તો ભલે તમે આજ કરો, કાલ કરો, વહેલું કરો, ઓછું કરો, વધારે કરો, થાય તો કરો, ના થાય તો ના કરો, પણ શ્રદ્ધા આટલી દઢ રાખશો તો ગમે ત્યારે ઘર ભેગા થઈ જશો.
પલમેં પ્રગટે મુખ આગલસે પલ મેં એટલે સમયમાં, એક સમયમાં ઉપયોગનો પલટો થઈ જાય તો કાર્ય થઈ જાય.
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૮૩૯ કેટલા સમયમાં જાત્યાંતર થઈ ગયું? એક સમય માત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ થયું. એક સમય બસ, પણ એક સમય સાચો આવવા માટે અનંતા સમય સાધના કરી છે. બે માઈલ ઊંડી ખાણ ખોદવી એમાં ઘણો સમય લાગે, પણ અંદરમાંથી હીરો કાઢતાં વાર ન લાગે. ઘણા સમય સુધી બે માઈલ ખાણ ખોદી. બધા પથરા જ નીકળ્યા ને માટી જ નીકળી પણ જયારે છેલ્લો ફટકો કોદાળીનો માર્યો ને અંદરમાંથી ચકચકાટ મોટો હીરો નીકળ્યો, હવે હીરો કાઢતાં કેટલી વાર? ખાણ ખોદી એટલી વાર લાગે? એમ આ જે સાધના કરીએ તે ખાણ ખોદવા બરાબર છે અને ઉપયોગને સ્વસ્વરૂપસ્થ કરવો એ હીરો લેવા બરાબર છે. .
જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે. સદ્ગુરુના ચરણ એટલે ચારિત્ર. એમના કહેલાં ચારિત્ર પ્રમાણે તમારો સુપ્રેમ એટલે સમ્યક્ પ્રકારનો પ્રેમ અંદરમાં વસે તો કાર્યની સિદ્ધિ સહજમાં છે અથવા સદ્ગુરુના ચરણમાં નિરંતર પ્રેમપૂર્વક રહેવાથી બોધ મળતો જાય છે અને તમારો પુરુષાર્થ વધતો જાય છે, તમારી યોગ્યતા વધતી જાય છે, પાત્રતા વધતી જાય છે અને અલ્પ સમયમાં કાર્યની સિદ્ધિ થઈ જાય છે. સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું દર્શન થાય. શ્રીમાન્ આનંદઘનજી કહે છે, બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેસર.
– શ્રી આનંદઘનજી કૃત શ્રી ધર્મનાથજિન સ્તવન વગર જોઈતા કોઈના વિકલ્પો કરવા નહીં કે છોકરાઓનું શું થશે? ને ઘરવાળાનું શું થશે? ને આ ધંધાનું શું થશે? ને દુનિયામાં આ બધો પથારો પાથરીને બેઠા છીએ તેનું શું? અરે