________________
ક્ષમાપના
૩૧૧
કરી, મુનિ થઈને પણ કરી, અનંતવાર નવ ગ્રેયક સુધી ગયા; પણ સમકિત વગરની સાધના મોક્ષમાર્ગમાં કારણભૂત ના થઈ. પોતાના આત્માને ઓળખે, પછી તેમાં રહેવું તેનું નામ શાંતિ. આપણે કંઈક મનની અનુકૂળતા પ્રમાણે થાય તેને શાંતિ માનીએ છીએ. તો, બહારમાં અનુકૂળતા થઈ અને જીવે શાંતિ માની, એ પણ અજ્ઞાન છે; હકીકતમાં તો એ પણ અશાંતિ જ છે, એમાંય આકુળતા-વ્યાકુળતા જ છે. શાંતિ એ તો આત્માનો સ્વભાવ છે. જ્યારે વિભાવથી જીવ રહિત થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે.
સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય, પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ના છૂટે. કોઈ શરીર ઉપર કેરોસીન છાંટીને સળગાવી નાખે ને છતાંય ક્રોધ ના કરે એવી પણ ક્ષમા રાખનારા હોય છે. ઘરમાં ઘણી વખત દેરાણી-જેઠાણી કે સાસુ-વહુના ઝઘડા થતા હોય છે. તેમાં કોઈ અગ્નિસ્નાન કરી લે અને છતાંય બૂમો પાડે નહીં, તો પણ તે ખરી શાંતિ નથી. ખરી ક્ષમા નથી. કારણ કે તીવ્ર કષાય વગર આપઘાતનો વિચાર આવી શકે નહીં અને આપઘાત કરવાના પરિણામ થયા એ મહાદુઃખનું કારણ છે, તીવ્ર કષાય છે, શાંતિનો ભંગ છે. શાંતિના ઘણા પ્રકાર છે. જ્ઞાનીઓમાં પણ શાંતિની તરતમતા હોય છે. ચોથા ગુણસ્થાનકવાળાને પણ શાંતિ હોય છે, પાંચમા-છઠ્ઠાવાળાને પણ શાંતિ હોય છે, સાતમાના ઉપરવાળાને પણ શાંતિ હોય છે. ભૂમિકા અનુસાર તરતમતા છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થયું. અહો ! હજુ આપણે વિભાવથી થાક્યા નથી એટલે એનો અર્થ કે શાંતિથી થાક્યા છીએ ! વિચાર કરો કે આટલા વર્ષોથી સાધના કરીએ છીએ અને મનુષ્યભવમાં આટલો સમય આપણો ગયો એમાં એક સમય વિભાવથી રહિત આપણે થયા છીએ ? એટલે સાચી શાંતિનો સ્વાદ હજી આવ્યો નથી. શાંતિ આત્માનુભૂતિ સાથે સંકળાયેલી છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.’ બધાય ગુણો અંશે સમ્યક્ થાય એનું નામ શાંતિ છે. તો વિભાવ પરિણામથી હજી થાક્યો નથી. થાકે તો નિવૃત્ત થવાનો જીવ વિકલ્પ કરે, પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, પણ હજી થાક્યો નથી. ૫૨મકૃપાળુદેવે કહ્યું છે,
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૯૦
અશુભ અને શુભ બંને ભાવને છેદવાના છે ત્યારે મોક્ષભાવ, શાંતભાવ પ્રગટ થાય છે. સ્વભાવપરિણામને ઓળખે, પછી વિભાવપરિણામ ગમે નહીં, અને તો જ તેનાથી નિવૃત્ત