________________
ક્ષમાપના
૩૩૯
હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૪ - “વીસ દોહરા' હું શક્તિ અપેક્ષાએ પરમાત્મા છું, પણ વર્તમાન અવસ્થામાં પામર છું. પરમાત્મા સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રની પૂર્ણતા છે એટલે પવિત્ર છે. સ્વરૂપ અપેક્ષાએ પણ પરમાત્મા છે અને અવસ્થામાં પણ પરમાત્મપણું પ્રગટ થયું છે. સિદ્ધ ભગવાન સર્વ પ્રકારની કમરજથી રહિત છે, કર્મનો એક પરમાણુ પણ એમના આત્મા સાથે ચોટેલો નથી.
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ. ૧૮
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર અહો ! કોના કહેલા? પરમાત્માના કહેલા. બીજા અજ્ઞાનીઓ અથવા અન્ય દર્શનવાળાઓ અનેક પ્રકારના તત્ત્વની વાત કરતાં હોય તો પણ એ સંપૂર્ણ સત્ય નથી, આંશિક સત્ય છે. સાપેક્ષતાપૂર્વક જ્ઞાની પુરુષો તેને આંશિક સત્ય તરીકે સ્વીકારે છે. ભગવાનના કહેલા તત્ત્વની શ્રદ્ધા કર્યા વગર કોઈ જીવ સમ્યગુદર્શન પામી શકે નહીં.
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।
– શ્રી તત્ત્વાર્થસૂત્ર - અધ્યાય ૧- સૂત્ર ૨ વર્તમાનમાં જૈનમાં પણ તત્ત્વની સાચી સમજણ અને શ્રદ્ધા કરનારા જીવો માંડ એકાદ ટકો હોય તો હોય એવી સ્થિતિ છે. તત્ત્વ સાત છે – જીવ, અજીવ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. પાપ અને પુણ્યને ગણીએ તો નવ થાય. તેને હેય, બ્રેય અને ઉપાદેય પૂર્વક જાણવા, તો જ યથાર્થતા આવે. તેનું અવલંબન લેવાનું અહીં કહે છે. આગળ આવશે કે, “હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.' ભગવાન અઢાર દોષથી રહિત છે અને સર્વ કર્મરજથી પણ રહિત છે. કોઈ એક પરમાણુની એક કમરજ પણ ચોંટી નથી, સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર છે. તેથી તેમનું અવલંબન લેવાનું કહે છે. વ્યવહારથી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના પ્રરૂપેલા ધર્મનું અવલંબન લેવાનું છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપનું અવલંબન