________________
ક્ષમાપના
૩૦૩
શ્રાવકો માટે બાર વ્રતો અને અગિયાર પ્રતિમાઓ તથા મુનિઓના ૨૮ મૂળ ગુણો એ બાહ્ય ચારિત્ર છે. નિશ્ચયથી તો ચારિત્ર એક જ પ્રકારનું છે - ઉપયોગ આત્માની અંદરમાં અભેદ થાય, રમણતા કરે છે. શ્રાવકને થોડા અંશે થાય, મુનિને વિશેષ થાય. ચારિત્ર એટલે આચરણ. સમજણ કે જ્ઞાન જુદી વસ્તુ છે અને આચરણ જુદી વસ્તુ છે. શ્રદ્ધા જુદી વસ્તુ છે અને આચરણ જુદી વસ્તુ છે. સમ્યદર્શન, સમ્યજ્ઞાન હોય તો પણ ચારિત્ર વગર મોક્ષે જવાય નહીં અને સમ્યગ્રર્શન-જ્ઞાન વગરનું સાચું ચારિત્ર હોતું નથી; બંનેની સાપેક્ષતા રહેલી છે. સમ્યફદૃષ્ટિ પણ જ્યારે મુનિ થાય ત્યારે મોક્ષનો અધિકારી બની શકે છે. તો આવા ગૃહસ્થના અને મુનિધર્મના મેં યથાર્થ વર્તન કર્યા નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. દીર્ઘકાળ સુધી અભ્યાસ જરૂરી છે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. દરેક કાર્ય અભ્યાસથી સિદ્ધ થાય.
અત્યારે જે કેવળજ્ઞાનીઓ છે તે પૂર્વે પણ ગૃહસ્થદશામાં આપણા જેવા જ હતા, આપણાથી પણ નીચેની ભૂમિકામાં હતા, પણ એમણે અભ્યાસ અને પુરુષાર્થ કર્યો તો તેમને કાર્યની સિદ્ધિ થઈ, એમ વર્તમાનમાં આપણે પણ અભ્યાસ અને પુરુષાર્થ કરીશું તો આપણને પણ કાર્યની સિદ્ધિ થવાની. તમે સદ્વર્તન કરતાં રહો, તો ધીમે-ધીમે સમ્યગ્રદર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થશે. પહેલાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય. એના પહેલા તત્ત્વની સાચી શ્રદ્ધા થાય. દેવ-ગુરુધર્મની શ્રદ્ધા થાય, પોતાના આત્માની શ્રદ્ધા થાય, વારંવાર અંતર્મુખતા થઈ અને સ્વરૂપ અનુસંધાનનો પુરુષાર્થ જાગતો જાય. એમાં વખતે જો સમ્યગ્રદર્શન થવાનું હોય તો સહજપણે થઈ જાય છે. તો પ્રયત્ન કરો. આતંકવાદીઓ પણ પ્રેક્ટીસ કરે છે ને મીલીટરીવાળા પણ પ્રેક્ટીસ કરે છે. ત્યાં શત્રુને મારવાની પ્રેક્ટીસ કરે છે અને અહીં શત્રુતાને મારવાની પ્રેક્ટીસ ચાલે છે. સહજાત્મસ્વરૂપે એનું પરિણમન થાય છે ત્યારે એ શીલ કહેવાય છે. સ્વરૂપમાં રમણતા થાય છે ત્યારે એ શીલ કહેવાય છે. પાંચેય ઈન્દ્રિયોના બ્રહ્મચર્યનું પાલન થાય ત્યારે વ્યવહારથી શીલ કહેવાય છે. ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે એ જીવ મુક્ત થયા વગર રહે નહીં. બંધાવાના કામીને ભગવાન છોડતો નથી અને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી.” आणाए धम्मो आणाए तवो ।
– શ્રી આચારાંગ સૂત્ર ભગવાનની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ કરવો એ ધર્મ છે અને એ જ તપ છે. ભગવાનની આજ્ઞા અનુસાર ધ્યાન કરવું એ તપ છે. જે આજ્ઞા અનુસાર નથી કરતો