________________
ક્ષમાપના
૩૯૩
મન જયારે બીજા વિચારોમાં જાય ત્યારે તેને સોટી મારવી અને તેને આત્માના વિચારમાં લઈ જવું. એમ વારંવાર કરતાં મન સહેજે આત્મવિચાર તરફ ઢળે છે.
કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય;
જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય. એ ઢળે ત્યારે બીજા કામ કરતાં પણ આત્મવિચારમાં રહી શકાય. પરમકૃપાળુદેવે લખ્યું છે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૫૫ વિચાર કરો કે એમનો ઉપયોગ કેટલો આત્માકાર થયો હશે ! કેટલું ચિંતવન દઢ કર્યું હશે ! કેટલું સહજ થયું હશે ! ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે. ઊંડા ઉતરતા મારા સ્વરૂપને પ્રકાશિત કરે એવું તમારું સ્વરૂપ છે. માટે જ્ઞાનીઓના બોધનો, ગુરુની આજ્ઞા લઈને વૈરાગ્ય અને ઉપશમનું બળ વધારીને ઊંડા ઉતરો. તમારું સ્વરૂપ પ્રકાશિત થશે.
તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.
નીરાગી :- ભગવાન નીરાગી છે. તેમને સંપૂર્ણપણે રાગ-દ્વેષનો અભાવ થઈ ગયો છે. અને જે સંપૂર્ણ નીરાગી હોય તે સંપૂર્ણ વીતરાગી હોય. જેટલા અંશે નીરાગીપણું હોય તેટલા અંશે વીતરાગીપણું હોય. જ્ઞાનીપુરુષ કેવા નિશ્ચિત છે, કેવા સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવોમાં જાય છે. સ્વરૂપદષ્ટિના કારણે જ્ઞાનીઓ નિશ્ચિત છે. હાલ દેહ છોડવાનો આવે તો પણ ચિંતા નથી, ગમે તેવા કર્મનો ઉદય આવે તો પણ ચિંતા નથી, ગમે તેવા નિમિત્તો આવે તો પણ ચિંતા નથી, પુણ્યના ઉદય આવે કે પાપના ઉદય આવે તોય ચિંતા નથી, તે સ્વરૂપદષ્ટિના કારણે. ગમે તેટલી ચિંતા કરશો તો પણ જે થવાનું છે એ જ થવાનું છે, અને ચિંતા નહીં કરો તો પણ જે થવાનું છે એ જ થવાનું છે. જે થાય તેનો સ્વીકાર કરો અને આનંદમાં રહો. કર્મના ઉદયના નિમિત્ત વગર બહારમાં કોઈ નિમિત્ત મળતું નથી. ઉદયમાં સમતા રાખવાથી તે કર્મ નિર્જરી જાય છે. તો તેને જવા દો અને હવે નવું ના બંધાય એટલું ધ્યાન રાખો. ભગવાન પૂર્ણ સુખી છે, જ્ઞાનીઓ જેટલા અંશે જ્ઞાનમાં રહે છે તેટલા અંશે સુખી છે, ગુણસ્થાનક અનુસાર. તેનો વિચાર કરીએ તો જ્ઞાનીઓ કેવા ઉદયમાં, કેવા ભાવમાં રહે છે એમાં આપણું ચિત્ત જાય