________________
૪૪૮
છ પદનો પત્ર (જ્ઞાયકપણાના કારણે) એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૦૨ - “જડ-ચેતન વિવેક બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. અજ્ઞાની એમ માને છે કે મારામાં થાય છે. મારા દ્વારા થાય છે અને એનો કર્તા હું છું, પણ જ્ઞાન થતાં અથવા જ્ઞાની દ્વારા સમજણ આવતાં તેને ખ્યાલ આવે છે કે હું તેનો કર્તા નથી, પણ જ્ઞાતા છું. હું તો જ્ઞાયક છું. વિભાવનો હું જાણનારો છું. અત્યાર સુધી હું તેનો કરનારો માનતો. હવે અંદરમાં ભેદવિજ્ઞાન થયા પછી હું તેનો જાણનારો છું, એવી રીતે કોઈ પણ દુઃખનો ભોગવનાર પણ હું નથી, કરનારો પણ નથી. આ જ્ઞાયકપણાનું લક્ષણ જીવનું છે, બીજા કોઈનું છે નહીં. આવી રીતે નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મમાં જ્ઞાયકપણાનો ગુણ રહ્યો નથી. જ્ઞાયકપણાના ગુણ દ્વારા આ જુદા પાડી શકાય છે અને જુદા પાડ્યા પછી અંદરમાં જેના દ્વારા આ કામ કર્યું તે જ્ઞાયકગુણની અવસ્થા છે અને તે અવસ્થા જ્ઞાયકગુણના આધારે રહી છે અને જ્ઞાયકગુણ તે જીવદ્રવ્યના આધારે રહ્યો છે. એમ કરતાં પર્યાયના આશ્રયે રહેલા ગુણ અને દ્રવ્યના આશ્રયે રહેલા ગુણ દ્વારા ઉપયોગમાં આખું અખંડદ્રવ્ય પકડાય છે. આમ, ભેદવિજ્ઞાનનો પુરુષાર્થ જ્ઞાયકપણા નામના ગુણ દ્વારા થાય છે.
હવે આ બધામાંથી એકમેકને જુદા પાડવા હોય તો દરેકના લક્ષણોને ઓળખવા અને ઓળખીને જુદા પાડવા. બહાર એક ભાઈ આવ્યા. તેમણે એક ભાઈને કહ્યું કે રાજેન્દ્રભાઈને મોકલો. તે ભાઈ રાજેન્દ્રભાઈથી અજાણ્યા હતા. એટલે પેલા ભાઈએ કહ્યું કે જેમણે લીટીવાળો ઝભ્ભો પહેર્યો હશે, ચશ્મા હશે અને માથે ટાલ હશે. સૌથી આગળ બેઠા છે. તેમની બાજુમાં ઈલેક્ટ્રીકની સ્વીચ છે. એ રાજેન્દ્રભાઈ છે. એટલે તે ભાઈ આટલા બધામાંથી રાજેન્દ્રભાઈને છાંટી લેશે. એ આમ બેન્ચ ઉપર ફાંફાં નહીં મારે. બહેનો બાજુ તો જોશે પણ નહીં. કેમ કે, ભાઈ કીધું. ભેળસેળમાં તો બધા છે, પણ ભાઈ કીધું એટલે ૫૦% સાઈડ તો નીકળી ગઈ. હવે ભાઈઓની સાઈડમાં ભેળસેળ કાઢવાનું હતું. હવે તેમાંય માથે ટાલ એટલે લગભગ ૭૫% તો ટાલ વગરના હતા એ પણ નીકળી ગયા. હવે ટાલવાળામાં જ રહ્યું. પછી એમાં ચશ્મા; તો ચશ્માવાળા એવા ત્રણ-ચાર ભાઈઓ જ રહ્યા. તેમાં પણ લીટીવાળો ઝભ્ભો. એટલે બાકીના