________________
૧૩૮
શું સાધન બાકી રહ્યું ? હોવાને કારણે તે ફળદાયી થતા નથી. મંદ કષાયને કારણે જીવ પુણ્ય ઘણું બાંધે છે, પણ જે ગ્રંથિભેદ થવો જોઈએ એ ગ્રંથિભેદ તત્ત્વની યથાર્થતા વગર, ગુરુગમ વગર અને પોતાની પાત્રતા વગર થતો નથી. પાત્રતા પણ એટલી જ જરૂરી છે. માત્ર ગુરુ મળી જાય એટલે કામ થઈ જાય એવું પણ નથી. અનંતવાર આપણને ગુરુ મળ્યા, પણ આપણી પાત્રતા નહોતી એટલે આપણું કામ ના થયું. પાત્ર વિના વસ્તુ ન રહે, રાત્રે આત્મિક જ્ઞાન.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૩૪ પાત્રતા ના હોય તેને ધ્યાન, સમાધિ કે આત્મસાધનાની ગમે તેટલી કિંમતી વસ્તુ મળે, છતાં, તેનો સમ્યપ્રકારે લાભ ઉઠાવીને તે કાર્ય કરી શકતો નથી. કેમ કે, તેની પાત્રતા નથી. પાત્રતા એટલે ઉપાદાનની યોગ્યતા મરિચીના ભવમાં મહાવીરસ્વામીના જીવને પાત્રતા નહોતી, તો ઋષભદેવ ભગવાન જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છતાં કામ થયું નહીં. નિમિત્ત ઊંચામાં ઊંચું હતું, કોઈ સામાન્ય નહોતું. તીર્થંકર ભગવાન, કેવળજ્ઞાની પરમાત્માનું નિમિત્ત હતું, છતાં એ નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરવામાં સફળ ના થયું, કેમ કે ઉપાદાનની પાત્રતા નહોતી. માટીમાં પાત્રતા હોય તો કુંભાર દ્વારા તેનો ઘડો ઘડાય. માટીમાં પાત્રતા ન હોય ને કુંભાર ગમે તેટલો નિષ્ણાંત હોય, પણ તેનો ઘડો થાય નહીં. એટલે આપણે આત્મજ્ઞાન કરવું છે તો આપણી પાત્રતા પણ જોઈશે, નહીં તો ગમે તેટલી ઊંચી સામગ્રી મળી હશે તો પણ પાત્રતાના અભાવે તે નિષ્ફળ જશે, કાર્યકારી નહીં થાય.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૩૮ આ બધી યોગ્યતા જરૂરી છે. ટૂંકમાં, પાત્રતા એટલે માર્ગાનુસારીપણું, આત્માર્થીપણું.
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦૯ એવા જિજ્ઞાસુ, પાત્ર જીવને જો સદ્ગુરુનો બોધ થાય તો તે કાર્ય કરી શકે છે, ને કાર્ય કરી લે છે. પાંચ સમવાય કારણોમાં પુરુષાર્થની મુખ્યતા છે. બાકીના ચાર કારણો સાપેક્ષપણે