________________
૩૪૦
ક્ષમાપના
લેવાનું છે. વ્યવહારનું અવલંબન સાચું નહીં હોય તો સ્વરૂપનું અવલંબન સાચું નહીં થાય. જેમ ધાબુ ભરવા માટે ટેકાની જરૂર પડે છે અને ધાબુ તૈયાર થઈ ગયા પછી ટેકાઓ લઈ લેવામાં આવે છે; એમ સાચું અવલંબન લીધા વિના નિરાવલંબનપણું આવતું નથી.
કોઈ એમ માને કે મારે કોઈના અવલંબનની જરૂર નથી, હું એમને એમ મારા આત્માના આશ્રયે કામ કરી લઉં તો એની એ માન્યતા તે કલ્પના છે, સ્વચ્છંદ છે, એની પાત્રતાનો અભાવ છે. માટે તે એવા વિકલ્પો કરે છે. માટે અવલંબન લેવું જરૂરી છે. જ્યારે જયારે આપણને મનુષ્યભવ મળ્યો ત્યારે અવલંબન લીધું તો અજ્ઞાનીઓનું લીધું, પણ આત્મજ્ઞાની મુનિઓનું અવલંબન ના લીધું. એ જ ભૂલો વર્તમાનમાં ચાલે છે. હજી એ ભૂલ દેખાતી નથી કે અત્યારે હું કોનું અવલંબન લઈને વર્તુ છું? દરેક વ્યક્તિ પોતાના ગુરુને જ્ઞાની અને ભગવાન માને છે. પણ એમાંથી એકાદ ટકો સાચા હોય તો હોય, નહીંતર ના પણ હોય એવો આ કાળ છે; અને પેલા અજ્ઞાની ગુરુના પુણ્યનો ઉદય જબરદસ્ત છે. એટલે એમને માનનારા લાખો જીવો મળી જાય છે. બૌદ્ધ, ઈસ્લામ, ખ્રિસ્તી, હિન્દુ ધર્મના લાખો અનુયાયીઓ છે પણ એમની પાસે તત્ત્વની યથાર્થતા નહીં હોવાથી એનું અવલંબન લેનારા બધાય રખડવાના. અવલંબન આપનારા પણ રખડવાના. કારણ કે, એ પ્રકારની અંતરંગદશા પ્રગટ થઈ નથી. બહારમાં માત્ર પુણ્યનો ઉદય છે, એના કારણે આ બધા તોફાન અને જોર ચાલે છે.
હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. અહો! મૂળ તત્ત્વ તો આત્મતત્ત્વ છે. જયાં લગી આત્મ તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.
–ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા આત્માની વાત તો ચાર્વાક સિવાયના પાંચેય દર્શનવાળા કહે છે અને વેદાંતમાં તો ઠેર ઠેર આત્માની વાતો મૂકી છે, છતાં એકાંત હોવાના કારણે એ અયથાર્થ છે અને તેના કારણે એ માન્યતાની શ્રદ્ધા કરનાર જીવ પણ આત્મજ્ઞાન પ્રગટ કરી શકતો નથી, કેમ કે વિપરીતતા છે. તત્ત્વમાં ન્યૂનતા, અધિકતા કે વિપરીતતા હોય તો તે સમ્યગદર્શનનું કારણ બની શકતું નથી.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષનરનું કથન માનો, ‘તહ' જેણે અનુભવ્યું;
– શ્રી મોજમાળ - શિક્ષાવાઇ - ૬૭