________________
ક્ષમાપના
૨૯૭.
ડિસ્ટર્બ કરવા જેવા નથી. આમને ધ્યાનની અંદરમાં તો બધું દેખાય એટલે એણે પૂછ્યું કે મારો ગધેડો તમને દેખાય છે? મારો ગધેડો ખોવાઈ ગયો છે. એટલે અજ્ઞાનીનું ધ્યાન આ પ્રકારનું હોય છે. આત્મજ્ઞાન થયા પહેલા ધ્યાનાભાસ હોય અથવા ધ્યાનનો અભ્યાસ હોય, સાચું ધ્યાન ના હોય. ભગવાને કહેલા તત્ત્વોને ઊંડા ઊતરીને વિચાર્યા નહીં. આ ભૂલ રહી ગઈ. પરમકૃપાળુદેવે આ વિચાર કર્યા, પણ ઊંડા ઊતરીને ! સૂક્ષ્મ વિચારથી હવે ઊંડા ઊતરો તો તમને તમારું સ્વરૂપ નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ ભાસશે, ઉપયોગમાં આત્મા નજરાશે.
તત્ત્વ સમજવું, એ સિદ્ધાંતબોધ છે. તે થવા પ્રથમ ઉપદેશબોધ, વૈરાગ્ય તથા ઉપશમની જરૂર છે. ઉપશમ અને વૈરાગ્ય વગર સિદ્ધાંતબોધની સૂક્ષ્મતા યથાર્થ પકડી શકાતી નથી. જીવો ભેદવિજ્ઞાનમાં નિષ્ફળ કેમ જાય છે? કેમ કે જે ઉપશમનું બળ જોઈએ, જે વૈરાગ્યનું બળ જોઈએ તે નથી. હજી રાગની માત્રા વધારે છે, કષાયોની માત્રા વધારે છે. આત્મજ્ઞાન થાય એટલી પાત્રતા હજી નથી. તો જ્યાં સુધી ઉપદેશબોધનું પરિણમન થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધ યથાર્થરૂપે પરિણમન પામે નહીં. સિદ્ધાંતબોધ સાચો છે, પણ જીવની પાત્રતા નહીં હોવાના કારણે સિદ્ધાંતબોધનું પરિણમન યથાર્થ થતું નથી અને ઉપરથી સિદ્ધાંતબોધ તેને નુક્સાનકારક થાય છે. નિશ્ચયના વચનો નિશ્ચયાભાસીને નુક્સાનકારક થાય છે. કેમ કે, સિદ્ધાંતબોધને પકડ્યો અને ઉપશમ, વૈરાગ્ય, આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કર્યું નથી, ગુરુગમ નથી એટલે નિશ્ચયનય જે લાભકારી હતો તે એને નુક્સાનકારી થયો, નહીં તો નિશ્ચયનય તો આત્માના અભેદ સ્વરૂપને પકડાવે છે અને એ અભેદ સ્વરૂપને તમે ના પકડી શક્યા એનું કારણ તમારો ઉપશમ, વૈરાગ્ય ને ગુરુગમ નહોતા. એટલે નિશ્ચયાભાસમાં ઘુસી ગયા અને વ્યવહારનો લોપ કરતાં આત્માને લાભ થવાના બદલે નુક્સાન થયું. તમે માનો છો કે હું ઘણો સાધનામાં આગળ વધી ગયો ! અને બીજા અજ્ઞાનીઓ તમને સર્ટિફિકેટ આપે!મોક્ષમાર્ગમાં જ્ઞાનીનો બોધ ચાલે છે, અજ્ઞાનીનો નહીં. પરમકૃપાળુદેવ પત્રાંક-૨૦૦માં જણાવે છે, “જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.” જેને છોડવાનો હતો એને પકડ્યો અને જેને પકડવાનો હતો એને છોડ્યો - બસ આ નિશ્ચયાભાસ છે. પ્રથમ ઉપદેશબોધ જરૂરી છે. તેના અધિકારી રત્નત્રયધારી આચાર્ય છે. જો ઉપદેશબોધ હશે તો સિદ્ધાંતબોધની યથાર્થતા પકડી શકશો. કેટલાક દર્શનો જગતકર્તા તરીકે ઈશ્વરને માને છે, પણ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,