________________
દુર્લભ એવો મનુષ્યદેહ
ગૃહસ્થદશામાં આત્મજ્ઞાનીને નમસ્કાર કરવા એ વધારે લાભકારક છે કે અજ્ઞાની મુનિઓને નમસ્કાર કરવા વધારે લાભકારક છે? જીવ રૂઢિમાં આવીને અજ્ઞાની ગુરુઓને નમસ્કાર, વંદન, પૂજન બધું ક૨શે. પણ જે આવા ગૃહસ્થ જ્ઞાની છે તેમને ઓળખી, તેમનો આશ્રય કરે એવી યોગ્યતાવાળા આ કાળમાં અલ્પ હોય છે. ત્રણે કાળમાં અલ્પ હોય છે, એમાં આ કાળમાં વિશેષ.
૬૫૦
એક બાજુ ચાંદીના ૧૦૦ સિક્કા ખણખણતા હોય અને બીજી બાજુ ૧૦ કેરેટનો હીરો હોય, કે જેની કિંમત કરોડ રૂપિયા છે; તો અજ્ઞાની જીવોને ચાંદીના સિક્કાનું આકર્ષણ થશે. તેવી જ રીતે જ્ઞાની પ્રત્યે આદરભાવ ન આવે અને અજ્ઞાનીઓ પ્રત્યે આદરભાવ થાય તો આ પણ એક પ્રકારનો અનંતાનુબંધી કષાય છે. જીવ રૂઢિવાદને એટલો દૃઢપણે પકડીને બેઠો છે કે એના કારણે તે અનંતાનુબંધી કષાયને દૃઢ કરે છે. જો કે તે બહા૨માં વ્રત-નિયમ બધું પાળે છે, શાસ્ત્રો વાંચે છે, ધર્મની બધી ક્રિયાઓ કરે છે, છતાં એ મિથ્યાત્વને ગાઢું કરે છે. કેમ કે, કોઈપણ મોક્ષમાર્ગી જીવ પ્રત્યેનો અનાદર એ મહાનુક્સાનકારક છે. અજ્ઞાની જીવ રૂઢિવાદના કારણે સત્ય વસ્તુ સમજી શકતો નથી. કેમ કે, એની યોગ્યતા એ જ પ્રકારની છે. એવા જીવોનો મનુષ્યભવ નિષ્ફળ જાય છે. કેમ કે, તેણે જ્ઞાનીને ઓળખ્યા નથી. બહારમાં ગમે તેટલા તપત્યાગ હોય, પણ આત્મજ્ઞાન ન હોય તો એની મોક્ષમાર્ગમાં કોઈ કિંમત નથી. બહારમાં ભલે કોઈ તપ-ત્યાગ ન હોય, પણ આત્મજ્ઞાન હોય તો તે મોક્ષગામી જીવ છે. એવા મોક્ષમાર્ગી જીવનો આશ્રય કરવાથી જીવ કલ્યાણ કરી શકે છે.
તત્ત્વનો અર્થ પણ જીવ મરોડી મરોડીને અંદરમાં સ્વીકારે છે, પણ જેમ છે તેમ સ્વીકારતો નથી. પોતાને અનુકૂળ આવે તે રીતે અને મન ફાવે તેમ અર્થઘટન કરે છે. પોતે જ પોતાની જાળમાં ફસાય છે. એક લાખ અજ્ઞાની સાધુ કરતાં એક અવિરતિ સમ્યષ્ટિ ઉત્તમ છે. એક લાખ આત્મજ્ઞાન વગરના સાધુ કરતાં એક આત્મજ્ઞાની ગૃહસ્થ શ્રેષ્ઠ છે. તેનો અર્થ એવો નથી કે આત્મજ્ઞાની મુનિ શ્રેષ્ઠ નથી, તે તો ગૃહસ્થ આત્મજ્ઞાની કરતાં પણ શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાન સહિત મુનિપણું હોય તે તો સોનામાં સુગંધ સમાન છે. તે આત્મજ્ઞાની મુનિઓનો આત્મજ્ઞાની શ્રાવકો પણ નમસ્કાર-વંદન કરીને આશ્રય કરે છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે,
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૮
-