________________
૧૬૪_
શું સાધન બાકી રહ્યું ? કહ્યું કે સારું, હું મારા હાથે બનાવીશ. તારું અડેલું મારે કંઈ ચાલશે નહીં. એટલે ગણિકાએ કહ્યું, “કાંઈ વાંધો નહીં, મારા ઘરે જમો તો મારું મહાન પુણ્ય કે આવા મોટા પંડિતજી મારે ઘરે આહાર કરે છે તો મારે એથી વધારે શું જોઈએ? લ્યો, આ દસ લગડી. તમે જાતે તમારી રસોઈ બનાવો.” લગડી જોઈ એટલે મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા. પછી પંડિતજીએ રસોઈ બનાવવાની શરૂ કરી.
પંડિતજીએ લાડવાની તૈયારી કરી એટલે ગણિકાએ કહ્યું કે આ લાડવા ફક્ત મને વાળવા આપો તો બીજા દસ સોનામહોર આપું. તમારી સામે સાબુથી હાથ ધોઈને બનાવીશ. એમને એમ નહીં કરું. નાહી-ધોઈને વસ્ત્ર પણ શુદ્ધ પહેર્યા છે. એટલે પંડિતજીએ વિચાર કર્યો કે આમ પણ પ્રાયશ્ચિત્ત તો લેવાનું જ છે તો થોડું વધારે લઈ લઈશું, પણ દસ સોનામહોર વધારે મળતી હોય તો આ જવા દેવી નથી. એમ વિચારીને પંડિતજીએ તેને કહ્યું કે સારું, તું લાડવા વાળ. વાળવાનું તું રાખ. ગણિકાએ લાડવા વાળ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. એટલે ગરિકાએ પંડિતજીને કહ્યું કે હવે તમે જમી લ્યો. પંડિતજી જમવા બેઠા. એટલે ગણિકાએ કહ્યું કે પંડિતતુ! હવે મારી ફક્ત એક ઈચ્છા છે કે મારા હાથે એક લાડવો તમારા મોંઢામાં મૂકું. મારી આ ઇચ્છા પૂરી કરશો તો બીજી દસ સોનામહોર આપીશ. એટલે પંડિતજીએ ખુશ થઈને હા પાડી. એટલે ગણિકાએ એક લાડવા હાથમાં લઈને મોઢામાં મૂક્યો ને પંડિતજીને જોરથી એક તમાચો માર્યો. પંડિતજી બોલ્યા કે અરે ! આ શું કરે છે? એટલે ગણિકાએ કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ આપું છું કે પાપનો બાપ આ “લોભ' છે.
અત્યારના પંડિતો પણ પરદેશ જાય ત્યારે ખાલી હાથે જાય ને આવતી વખતે પાંચ બેગ ભરીને આવતા હોય છે. કોઈ લેતું હોય, તો કોઈ લેવડાવતું હોય, કોઈ કરતું હોય તો કોઈ કરાવતું હોય; પણ બધાનો આશય એક જ છે – માન, પૂજા, કીર્તિ અને પૈસો. આ સિવાય વિદ્વાનોનો બીજો કોઈ આશય પ્રાયે નથી હોતો. અજ્ઞાનીને માન, પૂજા, કીર્તિ અને પૈસો જ જોઈએ છે. આની પાછળ આખો મનુષ્યભવ હારી જાય છે. તો આ શાસ્ત્ર વાંચીને પણ શું લાભ કર્યો ? એટલા માટે ગુરુગમપૂર્વક શાસ્ત્રજ્ઞાન કહ્યું છે. પહેલાના જમાનામાં ગુરુઓ શાસ્ત્રો ભણાવતા. આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજના સંઘમાં આ એક સરસ પરંપરા ચાલે છે. હજી ચાલુ છે. એ પોતે ભણાવે કાં તો એમના શિષ્યો બીજા શિષ્યોને ભણાવે, પણ બહારના કોઈ પંડિત એમને ત્યાં ભણાવવા નહીં આવે. તેઓશ્રી બધાને ના પાડી દે કે નહીં, મેં હી પઢાઉંગા ઔર મૈં જિતને કો પઢા સકુંગા ઉતને કો હી દીક્ષા દુંગા. એ સિવાય વધારે ને તો દીક્ષા