________________
૧૪૬
શું સાધન બાકી રહ્યું ? મનઃ એવં મનુષ્યાણાં કારણું બંધ મોક્ષયોઃ / બંધનું કારણ પણ મન છે અને મોક્ષનું કારણ પણ મન જ છે. આ મન ઉપર જ્ઞાનની લગામ નહીં હોય તો તે સમ્યફ પ્રકારે કંટ્રોલમાં ના આવે.
કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય;
જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હોય. આ મનના ઘોડા એવા છે કે સામાયિકમાં ૪૭ મિનિટ સારી ગઈ, પણ છેલ્લી એક મિનિટમાં સુડતાલીસ મિનિટની બધી કમાણી ધોઈ નાંખે.
મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન, મનડું કિમ હી ન બાજે; જિમ જિમ જતન કરીને રાખું, તિમતિમ અલગું ભાજે હો. કુંથુજિન. ૧ આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આકું; કિંહા કણે જો હઠ કરી હટકું તો, ચાલતણી પરે વાંકું હો. કુંજિન. ૪ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુંથુજિન. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! મારું આણો, તો સાચું કરી જાણે હો. કુંથુજિન. ૯
–શ્રીમાન્ આનંદઘનજી કૃત કુંથુજિન સ્તવન આનંદઘનજી કહે છે કે હે પ્રભુ! તમે તમારું મન તો સ્થિર કર્યું, હવે મારું મન સ્થિર કરો. આનંદઘનજી જેવાનું મનડું પણ કૂદકા મારતું હોય તો આપણા જેવાની તો વાત જ ક્યાં આવે! અઘરું છે. મનનો કંટ્રોલ જ્ઞાનની લગામ વગર આવતો નથી. જ્ઞાન એટલે સમ્યફજ્ઞાન; શાસ્ત્રજ્ઞાન નહીં કે ક્ષયોપશમ જ્ઞાન નહીં. મન-વચન-કાયાની પ્રવૃત્તિને વશ કરવા આવે અનેક ઉપાયો કર્યા. વાણીથી પણ મૌન રહ્યો, જિંદગી સુધી બોલ્યો નહીં, પણ અજ્ઞાનતાપૂર્વકનું મૌન તે રંધાયેલો કષાય છે. એના કરતાં બોલે તો કષાય નીકળી જાય. જ્યારે ઘણી વખત અંદરમાં ને અંદરમાં ન બોલાય ન કહેવાયને ન સહેવાય ન રહેવાય એવી સ્થિતિ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે આપણે મૌનનો અભ્યાસ ના કરવો, પણ આવા દોષો ના આવે તેની જાગૃતિ રાખીને કરવો. મૌનમાં કોઈ જીવનું અહિત થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય, કોઈના પ્રત્યે મોહ