________________
૨૫૬
શું સાધન બાકી રહ્યું ? કરવાના નથી કે અહીં આવવાના નથી. તમને અહીંયા ખૂબ તરસ લાગી અને તમારા ઘરે ફ્રીજમાં બદામના શરબતના બાટલા ભર્યા છે એ અત્યારે અહીં કામ નહીં આવે, પણ એક માટલી છે એનું એક ગ્લાસ પાણી તમારી તરસ ભાંગશે. આ પ્રત્યક્ષ છે. એમ પ્રત્યક્ષથી જે લાભ થાય તેટલો પરોક્ષથી લાભ થવાનો નથી. જ્યારે ભગવાન અહીં વિચરતા હતા ત્યારે પ્રત્યક્ષ હતા. જ્યારે જ્ઞાનીઓ હોય છે ત્યારે એ પ્રત્યક્ષ હોય છે. તે વખતે જીવ પ્રત્યક્ષને મૂકીને પરોક્ષને ભજે છે અને પ્રત્યક્ષ ગયા પછી એમની પ્રતિમાઓ બનાવીને પૂજે છે. આવો અજ્ઞાની જીવોનો રિવાજ છે. પુરુષને માનવા એ બહુ અગત્યનું નથી, પણ સત્પરુષની આજ્ઞાએ વર્તવું એ વધારે અગત્યનું છે. એટલે જ સપુરુષ મળે છે. ઘણાને, પણ ફળે છે કોઈકને જ. જે આજ્ઞાએ વર્તે છે તેને ફળ છે.
(૬) જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. સૌથી વધુ આસક્તિ તનની, મનની અને ધનની છે.
તનસે, મનસે, ધનસે, સબસે ગુરુદેવની આન સ્વ-આત્મ બસે; - તન, મન, ધનની આસક્તિ છૂટવી અઘરી છે. દેહનો નાશ થતો હોય તો તમે દેહને બચાવો કે આત્માને બચાવો? કોને બચાવો? આત્માને બચાવનારા જ્ઞાનીઓ અને મુનિઓ હોય છે. ગજસુકુમારે દેહને બચાવ્યો નહીં, આત્માને બચાવ્યો. કષાયભાવ ના થવા દેવા, વિભાવભાવ ના થવા દેવા એનું નામ આત્માને બચાવવું છે. તો, કષાયભાવ, વિષયોના ભાવ, વિભાવભાવ થાય એ આત્માનું રક્ષણ નથી, પણ ભક્ષણ છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે બધી આસક્તિને છોડે. કોઈ મુમુક્ષુ કહે કે અમે એ બધું છોડીને જ તો અહીં આવ્યા છીએ. ત્યારે ગુરુ કહે કે તારી વાત સાચી છે, પણ આસક્તિના કારણે ફરી પાછા ત્યાં જવાના છો. આસક્તિના કારણે જ, નહીં તો તમારું કોણ છે ત્યાં આગળ? દીકરાઓમાં આસક્તિ છે, ધંધામાં આસક્તિ છે, પૈસામાં આસક્તિ છે, બહાર વ્યવહારોમાં આસક્તિ છે, એટલે પાછા ભૂલી જાવ છે. એટલે સંસારીનો ધર્મગજજ્ઞાનરૂપ કહ્યો છે. હાથી જ્યારે તળાવમાં નાહવા પડે, ત્યારે આઠ-આઠ કલાક કે બાર-બાર કલાક સુધી ન્યાય અને સ્લેટ જેવો ચોખ્ખો થઈ જાય અને જ્યાં નદીની રેતમાં બહાર આવ્યો તો સૂંઢમાં ધૂળ ભરીને પોતાના શરીર ઉપર ઉડાડે. આવો ગજસ્નાન જેવો આપણો ધર્મ છે.