________________
ક્ષમાપના
૨૫
આત્માને જાણતા વિશ્વના પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. કેવળજ્ઞાનીને લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે.
જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
– શ્રીમદ્ રાજચંદ્ર - આત્યંતર પરિણામ અવલોકન - હાથનોંધ - ૧/૧૪ આત્માને જાણવા માટે અને આત્માનો આશ્રય કરવા માટે સર્વ પ્રકારની સાધનાઓ છે. જો એ થયું તો એ સાધના સાચી, નહીં તો અનંતવાર સાધના જેમ નિષ્ફળ ગઈ તેમ આ ભવની પણ નિષ્ફળ ! જીવ ઘણી વખત પંડિતાઈમાં ચઢી જાય છે. બહુ ભણે તો વિદ્વાન થાય. ક્રિયા કરનારો ક્રિયાજડત્વમાં ઘુસી જાય છે, ત્યાગવાળો બાહ્ય ત્યાગની પરાકાષ્ઠામાં ઘુસી જાય છે. આ બધું શેના માટે હતું? ઉપયોગને આત્મામાં સ્થિર કરવા માટે હતું, પ્રયોજન તો એ હતું. બધાયને છોડીને આત્માને પકડીને બેસી જવું. સિદ્ધાંતો એમણે ઊંધા પકડ્યા, જો સીધા પકડ્યા હોત તો કામ થઈ જાત. મિથ્યાદર્શનનો તલાક ! મિથ્યાજ્ઞાનનો તલાક ! મિથ્યાચારિત્રનો તલાક ! સમ્યગુદર્શન અસ્તિ, સમ્યકજ્ઞાન અસ્તિ, સમ્યફચારિત્ર અસ્તિ, એની સાથે તલાક નહીં. અજ્ઞાની જીવે એની સાથે જ તલાક કરી નાખ્યા! ભગવાને કહેલા તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યા નહીં. ઉપરછલ્લા સાંભળ્યા અને ઉપરછલ્લી સાધના કરી.
“જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શ અને રૈલોક્ય પ્રકાશક છો.” આ સૂક્ષ્મ વિચાર આવે તો અંદરમાં વસ્તુ પકડાવી જોઈએ. તમે નીરાગી, નિર્વિકારી, આ પોતાના આત્માની વાત ચાલે છે. ભગવાન તો નિર્વિકારી છે જ, પણ અત્યારે તમારો આત્માનો ત્રિકાળી ધ્રુવ-સ્વભાવ છે એ પણ નિર્વિકારી છે, સચિદાનંદસ્વરૂપ છે. “તમે નીરાગી છો.' રાગ પર્યાયમાં છે, સ્વભાવમાં નથી. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી છો. તમારી આ ઓળખાણ કરાવી, આ તમારો બાયોડેટા' આપ્યો છે.
પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૬