________________
૫૩૯
છ પદનો પત્ર જાય. ચાર ઘનઘાતી કર્મ છેદાઈ ગયા અને જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે એ જ સદેવ છે. ગુરુ એટલે,
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦ કેવળી પરમાત્મા દ્વારા પ્રરૂપેલો ધર્મ અથવા “વત્યુ સહાવો ધમ્મો” અથવા “રત્નત્રયયુક્ત અભેદ પરિણામ તે ધર્મ અથવા સ્વ અને પરદયા જેમાં છે એ ધર્મ અથવા ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ છે. આ પ્રમાણે અંદરમાં સમ્યગ્ગદર્શન માટે પહેલો આ નિર્ણય જોઈએ. કેમ કે, આ કાળમાં વધારે જ્ઞાનની આવશ્યકતા અત્યારે આપણને નથી. આપણું આયુષ્ય ઓછું છે અને શાસ્ત્રો ઘણાં છે. જો કે, અત્યારે જેટલા શાસ્ત્રો છે એ તો પહેલાના પ્રમાણમાં ૧ ટકો જ છે. એમાંથી પણ એટલું બધું જાણી શકીએ એટલો આપણી પાસે સમય નથી. ભણી શકાય તો સારું છે, પણ બિનપ્રયોજનભૂત ભણવામાં પ્રયોજનભૂત કાર્ય રહી જાય તોય ખોટું છે. પ્રયોજનભૂત એટલે જેના દ્વારા સમ્યગુદર્શન પ્રાપ્ત થાય એવું નવ તત્ત્વનું પ્રયોજનભૂત જ્ઞાન. આ છ પદનું જ્ઞાન, તત્ત્વોનો સમ્યક નિર્ણય થાય તેવું જ્ઞાન. એ કર્મસિદ્ધાંતોના પાંચેય પુસ્તકો ભણો. એનાથી પણ આગળ ૪૫ આગમો છે એ પણ ભણો. એનો કોઈ જ્ઞાનીઓ નિષેધ કરતા નથી, પણ જેની પાસે એટલો બધો સમય નથી, જ્ઞાનનો ક્ષયોપશમ નથી, સંયમ નથી અને સદ્ગુરુની નિશ્રા નથી તો તેણે પછી બહુ શાસ્ત્રોમાં પડવાની જરૂર નથી અને પ્રયોજનભૂત વાતની અંદરમાં આ છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર સમજી લે તો એના માટે ઘણું છે. આમાં સમ્યગદર્શનની પ્રાપ્તિ માટેની આખી પદ્ધતિ બતાવી છે. સમ્યકજ્ઞાન, એટલે સ્વસંવેદન જ્ઞાન, યથાર્થ જ્ઞાન.
સમ્યફ પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૨૪ - ગાથા -૪ જે પદાર્થના નિર્ણયમાં સંશય ના રહે, વિભ્રમ ના રહે અને મોહ એટલે અજ્ઞાનતા ના રહે ત્યારે એ જ્ઞાનને સમ્યફજ્ઞાન કહેવામાં આવ્યું છે. એટલે સ્વ-પરને સમ્યફ પ્રકારે જુદું પાડે તે જ્ઞાન. સ્વને અને પરને સમ્યફ પ્રકારે જે જુદું પાડે તેને જ્ઞાન કહેવામાં આવે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન – એમ જ્ઞાનના પાંચ ભેદ છે. તેમજ સ્વાધ્યાય અને ધ્યાન, એ જ્ઞાનવૃદ્ધિના બે અંગ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે – વાંચના,