________________
૬૦૩
છ પદનો પત્ર
આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી.
આ કાળમાં એવી ભક્તિ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. ઘણી દુર્લભ છે. પંચમકાળમાં આવી ભક્તિની યોગ્યતાવાળા, કોઈ ક્વચિત્ નીકળી જાય છે. એવું નથી કે નથી નીકળતા, પણ બહુદુષ્કર છે અને એ વગર આ કામ થાય એવું નથી. એવી ભક્તિ પ્રગટે ત્યારે સિદ્ધિ થાય છે. પત્રાંક - ૨૧૭માં પરમકૃપાળુદેવે કહ્યું છે,
ગોપાંગનાની જેવી શ્રીમદ્ ભાગવતમાં પ્રેમભક્તિ વર્ણવી છે, એવી પ્રેમભક્તિ આ કળિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે.
નારદ ભક્તિસૂત્રમાં પણ આ સર્વોત્કૃષ્ટ ભક્તિનું વર્ણન કરેલું છે. ભક્તિમાર્ગના જીવો માટે એમાં પરમ ઉપકારી બોધ છે. એમ જો કે સામાન્ય લક્ષ છે,
તથાપિ કળિકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીવ્ર એ ભક્તિ આપે છે.
નિશ્ચળમતિથી એટલે દઢ નિર્ણય દ્વારા. છુટવાની એક લય લાગે, તો એવા જીવને પરમાત્મા અનુગ્રહ કરીને શીધ્ર આ ભક્તિ આપે છે. તે કલ્પવૃક્ષની શીતળ છાયા છે.
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જયાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ જિનભક્તિ કલ્પવૃક્ષ જેવી છે. કલ્પવૃક્ષ પાસે તો માંગવું પડે અને નિષ્કામ ભક્તિવાળાને માંગ્યા વગર મોક્ષ મળે.
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ નિજ આત્માની શાંતિ ભક્તિમાં મળે છે. જ્ઞાનમાર્ગમાં તો જીવ આડાઅવળા ફંટાઈ જાય એટલે કોઈના ખંડનમાં પડી જાય, તો કોઈના મંડનમાં પડી જાણ ને કંઈક અહંકારમાં ચડી જાય. પણ, આપણે આમાં પડવું નહીં.