________________
૨૭૪
ક્ષમાપના તીર્થકરો બધા ક્ષત્રિયો જ હતા. આત્મા સિવાય કંઈપણ મારાપણું કર્યું તે બંધનનું કારણ છે. આવો દેહ પણ મારો નથી, તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો મારા ક્યાંથી હોય? તે અઢળક લક્ષ્મી કે જેની પાછળ આખો મનુષ્યભવ ગુમાવી નાખ્યો, એ લક્ષ્મી પણ પોતાની થતી નથી. એ પણ મૂકીને જવું પડે છે. આ ભૂલ કરી છે છતાંય ભૂલ છોડવા હજી તૈયાર નથી !
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ સર્વસંગ એ મહાગ્નવરૂપ છે. આ તીર્થંકર ભગવાનનું વચન છે. સંગ એટલે પરિગ્રહ. બાહ્ય દસ પ્રકારના અને ચૌદ અત્યંતર પ્રકાર, એમ ચોવીસે પ્રકારના પરિગ્રહદુઃખદાયક છે. મિથ્યાત્વ પણ પરિગ્રહ છે, કષાયો પણ પરિગ્રહ છે, નોકષાયો પણ પરિગ્રહ છે અને બહારમાં દસ પ્રકારના પરિગ્રહ એ પણ. બાહ્ય પરિગ્રહ સ્થૂળ છે અને અત્યંતર પરિગ્રહ સૂક્ષ્મ છે અને મોટામાં મોટો પરિગ્રહ મિથ્યાત્વ છે. ભરત ચક્રવર્તી વિચારે છે કે આ અઢળક લક્ષ્મી અને તે છે ખંડનું રાજ્ય વગેરે મારા ક્યાંથી હોય? જુઓ, અરીસાભુવનમાં ભેદજ્ઞાન થયું છે. ભેદવિજ્ઞાન વગર આત્મજ્ઞાન ના થાય અને ભેદવિજ્ઞાન સાચા તત્ત્વની યથાર્થતા વગર ના થાય, વૈરાગ્યના બળ વગર ના થાય, કષાયની મંદતા વગર ન થાય, ગુરુગમ વગર ના થાય. હજારો સ્વાધ્યાય સાંભળ્યા ને તમને ભેદજ્ઞાન ના થયું અને ભરત ચક્રવર્તીને એક સેકન્ડમાં ભેદજ્ઞાન થઈ ગયું! તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજય વગેરે મારા ક્યાંથી હોય? એ સર્વેને મેં મારા માન્યા, તેમાં સુખની કલ્પના કરી, તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. અહો ! આત્મા સિવાય અન્ય કોઈને પોતાનું માનવું એ અજ્ઞાનની ભૂલ છે. એમાં સુખની કલ્પના કરવી, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખની કલ્પના કરવી એ પણ અજ્ઞાન છે. શેઠિયાઓને સુખી કહેવા એ અજ્ઞાન છે એમ કહે છે. દુનિયાના ટોપ ટેન પૈસાવાળા છે એ મહાદુઃખી છે, સુખી નથી ! સુખી લાગે છે. એમને અંદરમાં રૌદ્રધ્યાન ચાલી રહ્યું છે. પરિગ્રહમાં આનંદ છે એ કયું સ્થાન છે? રૌદ્રધ્યાન છે.
એક શેઠને મોટી તિજોરી. તે દર અઠવાડિયે તિજોરીની અંદરમાં બધું જોઈ લે. હીરાના હાર, સોનાના ઘરેણાં, રોકડ રકમ બધું જોઈ લે. રૂમ જેવી તો તિજોરી. કોઈ બહારનું જોઈ ન જાય એટલા માટે રૂમ બંધ કરે, પછી તિજોરી ખોલીને બેસે. એમાં એક દિવસે તિજોરી પર