________________
૪૧૪
છ પદનો પત્ર જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ભક્તિ કરીને જ્ઞાની ઉપર ઉપકાર કરતા નથી. પણ, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેમાં તેઓ નિમિત્તભૂત બને છે. માટે જ્ઞાનીની ભક્તિ જરૂરી છે. આજે મોટાભાગે આપણે જોઈએ તો શાસ્ત્રજ્ઞાન તો ઘણું છે, પણ જ્ઞાનીની ભક્તિ-આજ્ઞાનું આરાધન કરનારા જીવો નથી. એટલે આટલું બધું જ્ઞાન પણ એમને સમ્યફ પ્રકારે પરિણમ્યું નહીં. સર્વ શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, રત્નકરંડશ્રાવકાચાર, સમાધિશતક, આત્માનુશાસન, ભગવતી આરાધના, ગોમ્મસાર વગેરે કેટલાય ગ્રંથો વાંચી ગયા, પણ હજી અંદરમાં ઉપયોગ અંતર્મુખ થઈને સ્થિર નથી થતો. કેમ કે, એ ક્ષયોપશમ જ્ઞાન કડક છે. પ્રાયક્લિનવાળું છે. ભક્તિ દ્વારા નરમ નથી પડ્યું. સપુરુષની ભક્તિ વગરનું જ્ઞાન એ આંધળું છે. માટે, જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી.
મુમુક્ષુ જ્ઞાની પ્રત્યે આવો પ્રેમ લાવવો હોય તો શું કરવું? સાહેબ એમના ગુણોનું બહુમાન.
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. પરમાત્માની આપણે સેવા - પૂજા એટલે કરીએ છીએ કે એમનામાં જે વીતરાગતા, સર્વજ્ઞતા, અનંત આનંદ, અનંતજ્ઞાન, અનંતવીર્ય વગેરે પ્રગટ થયું છે અને તેના કારણે તેમના આત્મામાં જે અપૂર્વ શાંતિનું વદન થઈ રહ્યું છે તે શાંતિ આપણને જોઈએ છે, એ આનંદ આપણને જોઈએ છે. તો, “સ્વામી ગુણ ઓળખી’ એટલે તમારે શાંતિ જોઈતી હોય તો તેમની શાંત અવસ્થા જુઓ અને બહારના ગમે તેવા ઉદયમાં પણ શાંતિ રાખવાનો અભ્યાસ અને પ્રયત્ન કરો તો ધીમે ધીમે ખ્યાલ આવશે કે આપણને એક સામાન્ય પ્રતિકૂળતામાં પણ અશાંતિ થઈ જાય છે તો એ મહાપુરુષોને ઘોર ઉપસર્ગો અને પરિષદો થયા, તે વખતે પણ તેમણે અંતરંગ શાંતિનો ભંગ ન થવા દીધો. ત્યારે તેમનું માહાભ્ય ખ્યાલમાં આવશે કે,
પંથડો નિહાળું રે, બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યા રે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ.
– શ્રી આનંદઘનજી કૃત શ્રી અજિતજિન સ્તવન તો, એવા જે કોઈ દોષોના કારણે આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ તેને સંક્ષેપમાં કહીએ તો રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જેમણે જીતી લીધા છે તે અજીતનાથ ભગવાન