________________
શું સાધન બાકી રહ્યું?
૧૬૧ એ દિશામાં તમે રોડ ફેરવવો જશો તો તે નહીં ફરે, તમારી ગાડીને ફેરવી લો. એમ ઉદય, નિમિત્ત જે હશે તે હશે, તમારા ઉપયોગને ફેરવી લો. મહાપુરુષોએ મરણાંત ઉપસર્ગમાં પણ કેવળજ્ઞાન લઈને પોતાનું કાર્ય કર્યું છે અને ખૂબ અનુકૂળતામાં પણ, રાજગાદી પર બેઠા હતા તો પણ એ છોડીને પોતાનું કામ કર્યું છે. જેના હાથમાં તત્ત્વની યથાર્થતા આવી જાય છે, તે ઉદય જોઈને ઉદાસ થતા નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે,
ઉદય જોઈને ઉદાસ થશો નહીં. ઉદયમાં પણ જ્ઞાતાદષ્ટ ભાવે રહે ! પરમકૃપાળુદેવના બે લબ્ધિ વાક્યો ચૌદ પૂર્વના સાર રૂપ છે કે, બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૪૭ આટલું એક વાક્ય પકડી રાખો અને જ્યાં તમારો મૂડ અપસેટ થાય ત્યારે તેને લગાડીને પ્રયોગ કરો અને બીજું વાક્ય છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.
– શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક - ૩૦૧ જે થયું તે બધુંય યોગ્ય જ. કેમ કે એ દ્રવ્યની યોગ્યતા અનુસાર તેનું પરિણમન થયું છે, જે યોગ્ય જ થયું છે. તમારા ઘરવાળા વીસ વર્ષની ઉંમરના હતા ને ગુજરી ગયા, તો યોગ્ય થયું કે અયોગ્ય? યોગ્ય થયું. છતાંય એંસી વર્ષના થાય તોય ભૂલે નહીં કે એ હોત તો મને જરા સગવડ કરી દેત ને, મારી ચાકરી કરી ને મને બધી તકલીફો પડે છે તે ના પડત. અલ્યા બાપુ! તારા ઉદયમાં હતું. એ હોય તો પણ તને તકલીફ હતી અને ના હોય તો પણ તને તકલીફ હતી. એ તકલીફ દૂર કરવી એ તારા હાથમાં છે. આ બધું તોફાન મોહનું છે. મોહ તોફાન કરાવે છે. કોઈ બનાવથી તમને નુક્સાન નથી. નુક્સાન તમને તમારા મોહભાવની ખતવણીથી છે. તો કોઈપણ બનાવની ખતવણી મોહયુક્ત નહીં કરો. તત્ત્વયુક્ત કરો. જો શાંતિ જોઈતી હોય અને મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. અનાદિકાળથી આ જ માર્ગ છે અને અનંતકાળ સુધી આ જ માર્ગ રહેવાનો છે.
વત્યુ સહાવો ધમ્મો!