________________
ક્ષમાપના
૨૬૫
તો જે જોઈએ એ તમે ડીશમાં લઈ લો છો ને ? નથી જોઈતી એને મૂકી દો છો. ત્યાં આગળ તો વિવેક રાખો છો, ભેદજ્ઞાન રાખો છો, હેય-ઉપાદેયનો વિવેક અંદરમાં રાખો છો. તો એવી રીતે આપણા આત્માનું કલ્યાણ થતું હોય તો, “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.’’ શ્રીમદ્ભુએ બધાયમાંથી સારી-સારી વસ્તુઓ લીધી છે. દિગંબરોમાંથી પણ લીધું છે, શ્વેતાંબરોમાંથી પણ લીધું છે, સ્થાનકવાસીમાંથી પણ લીધું છે, અન્ય દર્શનોમાંથી પણ લીધું છે. વૈરાગ્યનું બળ વધે, ઉપશમનું બળ વધે તે આપણું પ્રયોજન છે. જૈનદર્શન સિવાય અન્ય દર્શનની વાતો પણ એમણે લીધી છે.
શ્રી ગણેશપ્રસાદ વર્ણી બહુ મહાન સંત હતા. બહુ ભદ્રિક, સરળ, ક્ષુલ્લક અવસ્થામાં અને એલક અવસ્થામાં હતા. હિરજનો અને મુસલમાનો એમને માનતા. તે લોકોએ કહ્યું કે બાપજી ! તમે અમારા હાથે આહાર નથી લીધો, પણ અમે આટલા ફળ-ફળાદિ આપીએ છીએ. તમે કોઈને ત્યાં આપી અમારા વતી વાપરજો. તેઓ બહુ ભદ્રિક હતા. એટલે શ્રાવકોને કહ્યું કે આ લઈ લો અને પછી આહાર-પાણીમાં ઉપયોગ કરજો. તો રૂઢિવાદી જૈનોએ વિરોધ કર્યો કે તમે હરિજનોનું ખાઓ છો; મુસલમાનોનું ખાઓ છો ! તેઓએ કહ્યું કે જુઓ ! આ ફળ છે એ તો વૃક્ષ ઉપર ઊગ્યું છે, એ મુસલમાનની માલિકીનું નથી. તમે રેલવેમાં જાઓ છો ને કોઈ મુસલમાન ટિકિટ આપે તો લો કે ના લો ? એને પૈસા આપો કે ના આપો ? અને પાછા પૈસા લો કે ના લો ? અને એ પૈસા તમારા ખિસ્સામાં રાખો કે ના રાખો ? તો આ જે રૂઢિવાદ હતો એ એમણે બધો બંધ કરાવી દીધો. કોઈ પ્રેમથી, ભાવથી ભક્તિ કરે છે તો એને લાભ જ છે અને દરેક બાબતમાં વિરોધ કરવો એ અંદરની શાંતિને હણી નાખે છે. કોઈપણ પ્રકારનો વિરોધ નહીં કરવો. અત્યારે એની ભૂમિકા છે એને અનુરૂપ એ સાધન ક૨શે. પછી આગળની ભૂમિકામાં આવશે ત્યારે એનું સાધન એ પ્રકારનું આવશે. તો અહીં કહે છે કે,
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો,
કેટલું ભૂલી ગયો ? બહુ ભૂલી ગયો. ક્યારે ભૂલી ગયો ? કાયમથી ભૂલી ગયો છું. અનાદિકાળથી આજ દિન સુધીમાં હું ભૂલ્યો જ છું. ઘણી ભૂલો ખાધી છે. જો ભૂલ્યા ન હોય તો
આ સંસાર ન હોય. આ સંસાર ભૂલોનું જ ફળ છે. સંસારમાં જે આપણે ભોગવીએ છીએ એ આપણી ભૂલોનું જ ફળ છે. અનેક પ્રકારની ભૂલો આપણે કરી છે અને કરીએ છીએ અને જ્યાં