________________
૫૬
ભક્તિના વીસ દોહરા
થઈ જાય છે. પોતાનું બળ ન હોય તો જીવ ટકી ન શકે. પોતે બળવાન થવું જોઈએ. સારા નિમિત્તો કંઈ કાયમ આપણને રહેવાના નથી. એવું કંઈ પુણ્ય લઈને આવ્યા નથી કે ૨૪ કલાક આપણે સમવસરણમાં કે જ્ઞાનીઓ પાસે જ રહીએ. પોતાની શક્તિ પણ પ્રગટ કરવી જોઈએ. પોતાનું બળ પણ વધારવું જોઈએ.
નહિ મર્યાદાધર્મ;
મર્યાદા એટલે આજ્ઞાનું આરાધન. આજ્ઞાના આરાધન રૂપ ધર્મ જીવને બચાવી શકે. જે જીવ આજ્ઞા તો લે પણ એ પ્રમાણે ધર્મ ન કરે તો બચી શકે નહિ. સત્પુરુષની જે કંઈ આજ્ઞા થઈ હોય તેમાં લક્ષ રાખે કે મને આ આજ્ઞા મળેલી છે, એટલે મારે આ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું નથી, પછી ગમે તે થાય. તો એ જીવ પાપ કરતો અટકે છે, પાપથી બચે છે. સત્પુરુષની આજ્ઞારૂપ અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું નથી. જેમ અંકુશથી હાથી પણ વશમાં આવીને બરાબર ચાલે છે. ગાડીને પણ બ્રેકનો અંકુશ છે, તો તે પણ ઊંધા માર્ગે જતી હોય તો અટકાવી શકાય છે, એમ જે જીવ આજ્ઞારૂપી અંકુશમાં છે એ ઊંધા માર્ગે ચાલતો હોય તો અટકી જાય છે. છતાં તે અંકુશમાં વર્તાતું નથી. જ્ઞાનીપુરુષે નિયમિત ધર્મઆરાધના કરવાનું કહ્યું છે, તે થતું નથી. જે નિત્યક્રમ આપ્યો હોય - કલાક-બે કલાક-ચાર પાંચ કલાકનો - તે પણ થતો નથી. કાળ તો નિમિત્ત છે પણ જીવનો અનિશ્ચય મુખ્ય છે. જ્યારે જ્ઞાનીની વાણી સાંભળે છે ત્યારે પાછો તૈયાર થઈ જાય છે, પણ જ્યાં એ નિમિત્ત જાય છે ત્યાં પાછો ઢીલો પડી જાય છે. તે માટે વ્યાકુળતા-મુંઝવણ થવી જોઈએ એ પણ થતી નથી.
તોય નહીં વ્યાકુળતા,
તો પણ જીવને અંદ૨માં જે વ્યાકુળતા – મુંઝવણ થવી જોઈએ તે થતી નથી. ‘મારા કેવા ભારે કર્મ છે !’ છેવટે દોષનો ટોપલો કર્મ ઉપર નાખીએ છીએ. કર્મ બિચારું કંઈ બોલવાનું નથી અને આપણો રસ્તો સાફ થઈ જાય છે ! ‘શું થાય સાહેબ ! મારે તો ઘણુંય કરવું છે. રોજ પ્રયત્ન કરું છું, પણ હવે એવા ભારે કર્મનો ઉદય આવ્યો છે કે મારાથી થતું નથી!' ઠીક છે ભાઈ, કર્મનો ઉદય થોડોક સમય હોય, પણ કાયમ માટે કર્મના જ ઉદય હોય ?' મનુષ્યભવમાં આવ્યા છીએ તો એવા કર્મ બાંધીને નથી આવ્યા કે આપણાથી ન થાય. તિર્યંચો પણ કામ કરી લે છે, દેવગતિના દેવો આટલા અનુકૂળ વાતાવરણમાં પણ કામ કરી લે છે અને નરક ગતિના જીવો આટલા પ્રતિકૂળ ઉદયમાં પણ કામ કરી લે છે. પોતાનો બચાવ ખોટો કરે છે. એટલે પોતે જ પોતાને છેતરે છે !