________________
૮૬
વ્યવહારસે દેવ જિન, નિહચેસે હૈ આપ; એહિ બચનસે સમજલે, જિનપ્રવચનકી છાય.
ભક્તિના વીસ દોહરા
- આત્યંતર પરિણામ અવલોકન – હાથનોંધ – ૧/૧૪
હવે, આપનો યથાર્થ બોધ મને સૂક્ષ્મતાથી પ્રાપ્ત થાય અને તેના આધારે હું સૂક્ષ્મ ચિંતવન કર્યું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ ! આપના બોધના આધાર સિવાય યથાર્થ તત્ત્વદષ્ટિ આવતી નથી. જે જીવો સત્પુરુષના, ભગવાનના બોધનું અવલંબન પકડી રાખે તે જીવો બધાય પાપોથી, વિષયોથી, વિકારોથી પાછા વળી જાય છે. જે જે પાપના આસ્રવ છે તે બધાયથી જીવ પાછો ફરતો જાય છે. અસંયમમાંથી સંયમમાં આગળ વધતો જાય છે, કેમ કે, તેને અંદરમાં માર્ગનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે. એટલે તે હવે ધીમે ધીમે આગળ વધતો જાય છે.
ભગવાનનો – જ્ઞાનીઓનો બોધ જીવને મળવાથી તેની સમજણમાં મોક્ષમાર્ગ સ્પષ્ટ થઈ જાય છે. તેને ખ્યાલ આવી જાય છે કે આ જ પ્રકારની સાધનાથી મારી મુક્તિ છે. માટે જે માર્ગ સ્પષ્ટ થયો તેનો આધાર લઈ, પોતાની શક્તિ અને ભૂમિકા અનુસાર જીવ ક્રમે ક્રમે આગળ વધતો જાય છે. પહેલાં પુરુષાર્થ ઘણો કરતો, પણ ઊંધો માર્ગ પકડ્યો હતો. પણ હવે પુરુષાર્થ કરીને સાચા માર્ગે ચાલે છે. એટલે તેને ભવસાગરનો કિનારો નજીક આવતો જાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯
=
હવે, જીવને વિચાર આવે છે કે હું જે કરું છું તે બંધનું કારણ છે કે મોક્ષનું કારણ છે ? મારે તો મોક્ષે જવું છે. તેથી બંધના કારણોનો નાશ કરતો જાય છે અને મોક્ષના કારણોનું જીવ સેવન કરતો જાય છે.
બંધના કારણો - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને ક્રમે કરીને છોડતો જાય છે. સૌપ્રથમ મિથ્યાત્વને છોડવાનો પુરુષાર્થ ચાલે છે. નિશ્ચય-વ્યવહારના પડખાથી તે દેવ-ગુરુ-ધર્મની સાચી શ્રદ્ધા, નવ તત્ત્વની સાચી શ્રદ્ધા, છ પદની સાચી શ્રદ્ધા, હેય-જ્ઞેયઉપાદેયના વિવેક દ્વારા પોતાના સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. જેમ જેમ પાત્રતા