________________
૨૧૬
શું સાધન બાકી રહ્યું ? આ અનંત જ્ઞાનીઓએ અનુભવ કરીને કરેલો નિર્ણય છે હોં, એક જ્ઞાનીનો નહીં. એ ફક્ત “હા” પાડવાથી પણ કામ નહીં થાય. એ પ્રકારે વર્તન થશે અને દશા થશે તો લાભ થશે. દશા વગર લાભ મળતો નથી. જેમ દુનિયામાં ઓથેન્ટિક સર્ટિફિકેટ જોઈએ છે. તેવી રીતે મોક્ષમાર્ગમાં ઓથેન્ટીક સર્ટિફિકેટ જ્ઞાનીઓ પાસે હોય છે, અજ્ઞાનીઓ પાસે નથી હોતા. અજ્ઞાનીઓ તો અજ્ઞાનને પણ મોક્ષમાર્ગમાં ખતવી નાખશે. પહેલા ગુણસ્થાનકવાળાને ૧૧માં ગુણસ્થાનકમાં ખતવી નાંખશે. અજ્ઞાની છે, એને શું વાંધો છે? જેમ દારૂડિયો માણસ છે, એ તેની માતાને ‘મા’ પણ કહે છે અને ઘણીવાર એની માતાને પત્ની પણ કહી દે છે. એની પત્નીને પત્ની પણ કહે છે અને પત્નીને પછી માતા પણ કહે છે. હવે એ દારૂડિયો દારૂના વ્યસનમાં એની માતાને માતા કહે તો પણ ખોટું જ છે. કેમ કે, એ ભાનમાં નથી, હોંશમાં નથી, બેહોશીમાં બોલે છે. તેમ અજ્ઞાની જીવ બેહોશીમાં બોલે છે કે હું આત્મા છું. હોંશમાં બોલતો નથી. તો, આત્મજ્ઞાની ગુરુ તમને સાચું સુખ બતાવશે. બતાવી શકાય તેટલું બતાવી શકશે, પૂર્ણ નહીં બતાવી શકે. કેમ કે, એ અનુભવનો વિષય છે, વાણીનો વિષય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે,
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં; કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો . અપૂર્વ. ૨૦
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - “અપૂર્વ અવસર હવે, પંડાનું તમે આખું પુસ્તક વાંચી જાવ, કંઠસ્થ કરી લો, જ્યાં ત્યાં બધે સંભળાવવા પણ માંડ્યા. કોઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ ! આટલું બધું વર્ણન કરો છો પણ પેડો કેવો હોય? હવે તેણે અનુભવ નથી કરેલો તો એ કહી શકશે નહીં કે આવો હોય અને જેણે એ પુસ્તક વાંચ્યું નથી અને ખાલી પેડો જ ખાધો છે એ ૫00 પાનાનું પુસ્તક નહીં વાંચે તો પણ તેને અનુભવ છે કે પેંડો આવો હોય છે, એમ આત્માના ગમે તેટલા શાસ્ત્રો વાંચે, બોધ આપે, સાંભળે પણ જેને આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ નથી, તેના વિકલ્પો મટવાના નહીં. કેમ કે, અનુભૂતિ હોય તો નિર્વિકલ્પપણું આવે. અનુભૂતિ વગર નિર્વિકલ્પપણું આવતું નથી.
આત્માનો આનંદ તમારાથી એક ઈંચ પણ દૂર નથી. તમે બધેથી ઉપયોગને ખસેડીને આત્મામાં લાવો તો હાલ અહીં બેઠા એ આનંદનો અંદરમાંથી અનુભવ થાય. જો કે, ઉપયોગ અને આત્મા કંઈ જુદા નથી, અભિન્નપણે રહ્યા છે. તો આત્મા અને આનંદ અભિન્ન હોવા છતાં