________________
૬૧૨
ત્રણ મંત્રની માળા મંત્રમૂલં ગુરોર્વાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ગુરુના વાક્યો છે એ મંત્રો છે અને એમાંય આ મંત્ર આપ્યો એ પણ મંત્રીને આપ્યો! સપુરુષમાં અને એમના આપેલા મંત્રમાં પૂર્ણ શ્રદ્ધા હોય અને એનો ભાવ સમજી જે જીવ એકાગ્રતાથી ધ્યાન દ્વારા તેની સાધના કરે તે અવશ્ય આ જ ભવમાં આત્મકલ્યાણને પ્રાપ્ત કરી લે છે. ધ્યાનની ભૂમિકામાં જવા માટે મંત્ર એક માધ્યમ છે. ચંચળ ચિત્તવાળો ધ્યાનની સાધના કરી શકતો નથી. એટલે મન પણ થોડું શાંત અને સ્થિર રાખવું પડે છે. ધ્યાનમાં આસનની સ્થિરતા પણ જરૂરી છે. જાપૂર્વક ધ્યાન કરવાનું છે. જપ વગરનું ધ્યાન કે અવલંબન વગરનું ધ્યાન એ તરંગરૂપ બની જાય છે. જપની પદ્ધતિ બતાવી છે. ધીમે ધીમે શ્વાસ લેતાં સહજાત્મસ્વરૂપ અને ધીમે ધીમે શ્વાસ મૂકતાં “પરમગુરુ' મનમાં બોલવું. “ક્વોન્ટીટી” નહીં જોવાની, પણ ક્વૉલીટી' જોવાની. પરમકૃપાળુદેવ કહે છે,
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એક સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ નવકારમંત્ર કહો, નવપદજીનું ધ્યાન કહો, સોહમ્ કહો કે સહજાન્મસ્વરૂપ પરમગુરુ કહો – આ બધા મંત્રો એકાવાચક છે. સહજાત્મસ્વરૂપ પરમગુરુમાં પાંચે પરમગુરુ આવી જાય છે. અરિહંત ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, આચાર્ય ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન પણ સહજાત્મસ્વરૂપ છે અને આપણે પણ સહજત્મસ્વરૂપ છીએ. સહજાત્મસ્વરૂપના નાતે આપણે બધા સરખા છીએ. દ્રવ્યદૃષ્ટિથી આપણે બધાય સિદ્ધ ભગવાન જેવા જ છીએ; ભલે હજુ થયા નથી, પણ થવાની યોગ્યતાવાળા છીએ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. એ પરમગુરૂ કે પરમાત્મપદ એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું? પોતાના સહજાત્મસ્વરૂપનો આશ્રય લેવાથી. એ સહજાત્મસ્વરૂપના આશ્રયે એમણે પરમગુરુ પદ પ્રાપ્ત કર્યું. કોઈ પણ જીવ પોતાના સહજાત્મસ્વરૂપનો આશ્રય કરે તો તેને એ પદની પ્રાપ્તિ થઈ શકે. સિદ્ધાંત બધાય માટે સરખો હોય છે. તે માટે આપણે પહેલા આપણી જાતમાંથી પરમાં જે અહમ્-મમત્વપણું છે તેને ભૂસવું પડશે કે, હું ગોકુળભાઈ છું, હું મનુષ્ય છું, હું અમુક નાતનો છું, હું અમુક ગ્રુપનો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જૈન છું, હું અજૈન છું - આવી બધી જે પરમાં અહમ્-મમત્વપણાની માન્યતાઓ છે એને કાઢીને ભાવના કરવી કે હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા