________________
શું સાધન બાકી રહ્યું ?
૧૩૭
( ગાથા - ૨) મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો;
જ૫ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેહી ઉદાસી લહી સબપે. મનની વૃત્તિઓનો અનેક નિરોધ કર્યો, સ્થિરતા કરી. પૌન એટલે પવન, શ્વાસોચ્છવાસ. તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગ પદ્ધતિમાં આ પ્રકારે પુરુષાર્થ કરવામાં આવે છે, જે અજ્ઞાન અવસ્થામાં પણ થાય છે ને જ્ઞાન અવસ્થામાં પણ થાય છે. પણ તત્ત્વના બોધની યથાર્થતા નહીં હોવાના કારણે ઉપયોગને આત્મામાં સ્થિર કરીને મનની વૃત્તિઓનો જે નિરોધ કરવો જોઈએ તે થઈ શક્યો નહીં. શ્વાસોચ્છવાસ દ્વારા ધ્યાન કર્યું, શ્વાસને સ્થભિત કર્યો, શ્વાસને ધ્યાન દ્વારા બ્રહ્મપ્રમાં ચડાવી દીધો. કષાયની ઘણી મંદતા અને શાંતિ થઈ, છતાં આત્માની પ્રાપ્તિ ના થઈ. સિદ્ધાંતબોધની યથાર્થતા નહીં હોવાના કારણે, ગુરુગમ નહીં હોવાના કારણે આ બધી સાધના મોક્ષમાર્ગમાં નિષ્ફળ ગઈ. જીવ પોતાની કલ્પના દ્વારા કે માત્ર શાસ્ત્ર વાંચીને કે બીજાને સાંભળીને પુરુષાર્થ કરવા જાય છે. પણ,
જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદનનો છોડ; પિછે લાગ સત્વરુપકે, તો સબ બંધન તોડ.
રાજચંદ્ર - પત્રાંક - ૨૫૮ - ગાથા – ૫, ૬ તો, મનને ગમે તે બાજુ વાળ્યું, નિરોધ કર્યો, સ્થિરતા કરી; પણ એ મન નિર્વિકલ્પતામાં ન આવ્યું. વ્યક્ત કે અવ્યક્તપણે એ બીજા વિકલ્પોમાં જ રહ્યું. જયારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે દ્રવ્યમન નિષ્ક્રિય થઈ જાય છે. માત્ર ભાવમનની સ્વરૂપમાં સ્થિરતા થાય છે. ભાવમન એટલે ઉપયોગ. આ જીવે આટલી બધી સાધના કરી, પણ સમ્યફ પ્રકારે મનનો નિરોધ થયો નહીં. હઠયોગીઓ બ્રહ્મધમાં મનને સ્થિર કરીને ઘણા દિવસો, મહિનાઓ સુધી સમાધિમાં રહે છે. એટલી બધી કઠોર સાધના પણ દૃષ્ટિની યથાર્થતા વગર નિષ્ફળ ગઈ. શ્વાસોચ્છવાસને રોકવા એ કોઈ સામાન્ય વાત નથી. યોગની પ્રક્રિયા ઘણી ઊંચી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગ છે. એ બધા અજ્ઞાની પણ કરે છે અને જ્ઞાની પણ કરે છે, પરંતુ અજ્ઞાનીને સૂક્ષ્મ બોધ નહીં