________________
૩૫૬
ક્ષમાપના
અને એમનો પ્રરૂપેલો ધર્મ હશે તો તે વ્યવહાર સમકિત નિશ્ચય સમકિતનું કારણ બની શકશે, નહીં તો નહીં. લાખો જીવો ઊંધા માર્ગે વળ્યા એટલે હવે આખી પરંપરા એટલી બધી ઊંધી ચાલવાની કે એમાંથી જલ્દી છુટી શકાશે નહીં. કોઈ શાસ્ત્રનો આધાર લો; કોઈ આચાર્ય ભગવાનના વચનોનો આધાર લો તો કલ્યાણ થાય. આજે અજ્ઞાનીઓના વચનના આધારે આપણે ચાલીએ છીએ અને એના કારણે માર્ગથી આપણે વિમુખ થઈ જઈએ છીએ, માટે ઓથેન્ટીક પુરુષ જોઈએ. તેમાં આ ચાર જ છે – અરિહંત, સિદ્ધ, સાધુ અને એમનો ધર્મ સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણે આવી જાય.
“ઐસો પંચ નમુક્કારો આ પાંચને નમસ્કાર કરવાથી.
સબૂ પાવ પણાસણો' – સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ પાંચને નમસ્કાર કરવાથી, બીજાને નહીં.
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સર્વમંગલોમાં પ્રથમ મંગલ આ છે. પહેલું આ જોઈએ. આ બધું નેવે મૂકી, તીવ્ર મિથ્યાત્વના ઉદયમાં દેવ, ગુરુ, ધર્મનું તત્ત્વ વિપરીત પકડીને બેઠો છે એ જીવ મિથ્યાત્વના કારણે અનંત સંસારી થઈ જાય છે. કોઈ ગૃહસ્થ જ્ઞાની થયા હોય, તેમણે પણ એવું કહ્યું નથી. અથવા કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતોએ પણ એવું કહ્યું નથી. સાધુ હોય કે શ્રાવક હોય, પણ તે આત્મજ્ઞાની હોવા જોઈએ. અજ્ઞાનીની વાત નથી; તો આ એક મોટી ભૂલ ચાલી રહી છે તેને સુધારવા માટે પરમકૃપાળુદેવે અહીં નીરાગી પરમાત્મા’ મૂક્યું છે.
નીરાગી એટલે રાગ-દ્વેષ અને મોહથી સંપૂર્ણરહિત. ‘તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્ય પ્રકાશકછો.” જે આગળ આવશે. પરમાત્મા રાગી ના હોવા જોઈએ; તેવી જ રીતે ગુરુ પણ નીરાગી હોવા જોઈએ, રાગી ગુરુ ના ચાલે. તો શ્રાવક અવસ્થાના બધાય ગુરુઓ સરાગી કહેવાય, નીરાગી ના કહેવાય. કોઈપણ હોય. અગિયારમા પ્રતિમાપારી શ્રાવક, ક્ષુલ્લક કે એલક પણ નીરાગી, વીતરાગી નહીં, પણ સરાગી, ઉત્કૃષ્ટ શ્રાવક છે. અગિયાર પ્રતિસાધારી શ્રાવક સૌથી ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય, છતાં એ પણ વીતરાગી નહીં; નીરાગી નહીં, આંશિક. મુખ્ય મુનિ અને કેવળજ્ઞાની પરમાત્મા, પરમાત્માના પ્રરૂપેલા ધર્મનું અને એમની આજ્ઞા પ્રમાણે ચાલતા દ્રવ્યલિંગી, ભાવલિંગી મુનિનું હું શરણ ગ્રહું છું. કેટલાનો આદર્શ છે આવા મુનિ !